તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વાસણા રાઠોડના 2 બુટલેગર ભાઈ પાસા હેઠળ જેલમાં ધકેલાયા

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ કેસમાં દહેગામ પોલીસે પાસા દરખાસ્તો તૈયાર કરી હતી

વાસણા રાઠોડ ગામના બે બુટલેગર ભાઈઓને પાસા હેઠળ જેલમાં ધકેલાયા છે. જિલ્લામાં દારૂ-જુગાર તેમજ અન્ય અસામાજિક પ્રવૃતિ આચરતા શખ્સોની પાસા હેઠળ અટકાયત કરવા પોલીસ વડા મયુર ચાવડાએ સુચના આપી હતી. જે અનુસંધાને પીઆઈ એચ. પી. ઝાલાના માર્ગદર્શનમાં હેડકોન્સ્ટેબલ વિરભદ્રસિંહ તથા દહેગામ પોલીસે પાસા દરખાસ્તો તૈયાર કરી હતી. જે પૈકી દહેગામ પોલીસ સ્ટેશનની હદના વાણસા રાઠોડ ગામના બે ભાઈઓ દશરથ રણુભાઈ ડોડીયા અને અજીતસિંહ રણુભા ડોડીયા સામેની પાસા મંજૂર થઈ હતી. દારૂની પ્રવૃતિ આચરતા બંને ભાઈઓ સામે પ્રોહીબિશનના અનેક ગુનો નોંધાતા જિલ્લા મેજિસ્ટ્રેટ ડો. કુલદીપ આર્યએ બંને ભાઈઓનો પાસા અટકાયતી હુકમ કરતા પોલીસે હુકમોની બજવણી કરીને તેઓને રાજકોટ અને વડોદરા જેલમાં મોકલી આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો