કાર્યવાહી:યુપીથી દારૂ લઇને આવેલા 2 બુટલેગર ખોરજ પાસેથી પકડાયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને બુટલેગરની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી, પોલીસે કિંમત રૂ.10925નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો
  • રેલવે નાળાની નીચે દારૂના 95 નંગ ક્વાર્ટર લઇને આવતાં ઝબ્બે

ખોરજ રેલવે નાળા નીચે વિદેશી દારૂના ક્વોટર લઇને ઉત્તરપ્રદેશથી આવેલા બે બુટલેગરને પોલીસે ઝડપી લીધા હતા. એકાંતમા ઉભા રહેલા બે યુવકો પાસેથી પોલીસે 95 નંગ ક્વોટર પકડી પાડ્યા હતા અને દારૂને કોના માટે લાવવામા આવ્યો હતો, સહિતની પૂછપરછ હાથધરી હતી.

ગ્રામ પંચાયતની ચૂંટણીમા રવિવારે મતદાન છે ત્યારે ઉમેદવારો માટે શનિવારની રાત કતલની રાત રહેશે. સામાન્ય રીતે ચૂંટણીમા દારૂનુ ચલણ જોવા મળતુ હોય છે અને મતદારોને મતદાનની આગળની રાતે જ દારૂ અપાતો હોય છે. તેવા સમયે અડાલજ પોલીસે બાતમીના આધારે ખોરજ રેલવે નાળા નીચે દારૂ સાથે ઉભા રહેલા બે યુવકની બાતમી મળી હતી. જેને લઇને પોલીસ તે દિશામા દોડતા બંને યુવકોને ઝપડી લીધા હતા.

પોલીસે બુટલેગરને પકડવા વાહનની જગ્યાએ વોકીંગ પસંદ કર્યુ હતુ અને ચાલતા ચાલતા નાળા સુધી પહોંચ્યા હતા. જ્યાં કાર્તિક હરિમોહન કુશવાહ (રહે, સુલતાનગંજ, બેલનગંજ, આગરા, યુપી) અને આમીરખાન યાસીનખાન ખાન (રહે, ચાવલાવાલા બાગ, સુલતાનગંજ, પુલીયા, બેલનગંજ, કિરોલી, આગરા, યુપી) પાસે ઉભા હતા. તેમની તપાસ કરાતા એક થેલામાંથી વિદેશી દારૂના 95 નંગ ક્વોટરીયા કિંમત 10925 મળી આવ્યા હતા.

ચૂંટણી માટે દારૂ મંગાવવામા આવ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. અત્યાર સુધી રાજસ્થાન અને હરિયાણાથી દારૂ લવાતો હતો, પરંતુ હવે ઉત્તરપ્રદેશથી પણ દારૂ આવવા લાગ્યો છે. પોલીસે બંને બુટલેગરની ધરપકડ કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...