કાર્યવાહી:અડાલજમાં ચાની આડમાં દારૂ વેચતા 2ની ધરપકડ

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નેહડા કીંગ હોટેલની ગોપી ટી સ્ટોલ પરથી દારૂની 17 બોટલ, બીયરના 12 ટીન જબ્બે

અડાલજમાં ટી સ્ટોલની આડમાં ચાલતો દારૂનો વેપલો ઝડપાયો છે. અડાલજ પોલીસને બાતમી મળી હતી કે અડાલજ જીઈબીની બાજુમાં આવેલ નેહડા કીંગ નામની હોટલેમાં ગોપી ટી સ્ટોલ ખાતે લાલસિંહ અમરસિંહ ચૌહાણ દારૂનો વેપાર કરે છે. જેના આધારે પોલીસે રેડ કરતાં હોટેલ ખાતે રહેતાં અને મૂળ રાજસ્થાનના લાલસિંહ (32 વર્ષ) તથા વાલેંગ કચ્છરૂભાઈ પાટીદાર (40 વર્ષ) ઝડપાયા હતા.

તેઓને સાથે રાખીને તપાસ કરતાં દુકાનમાંથી પ્લાસ્ટીકની ત્રણ કોથળી મળી આવી હતી.જેમાં વિદેશીદારૂની 17 બોટલ અને બીયરના 12 ટીન હતા. જેને પગલે પોલીસે 15,555 રૂપિયાનો દારૂ જપ્ત કરીને બંને વિરૂદ્દ પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. આરોપીઓ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કેટલા સમયથી દારૂનો વેપલો કરતાં હતા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...