તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસની ઓળખ આપીને 1 લાખની લૂંટ કરનારા 2 ઝડપાયા, અમદાવાદના યુવકો પાસેથી 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
ત્રણ મહિના પહેલાં ભાઈજીપુરા પાટીયા પાસે પણ લૂંટ કરી હતી. - Divya Bhaskar
ત્રણ મહિના પહેલાં ભાઈજીપુરા પાટીયા પાસે પણ લૂંટ કરી હતી.

કોબા પાસે માસ્ક કેમ નથી પહેર્યું કહીંને 3 ફેબ્રુઆરીએ 1 લાખની લૂંટ કરના બે શખ્સોને પોલીસે ઝડપી તેમની પાસેથી કુલ 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લીધો છે.

એલસીબી-1 પીઆઈ જે. જી. વાઘેલાના માર્ગદર્શનમાં પીએસઆઈ વી. કે. રાઠોડ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. ત્યારે કોન્સ્ટેબલ જીગ્નેશકુમાર તથા ગોવિંદભાઈને સંયુક્ત રીતે આરોપીઓ અંગે બાતમી મળી હતી. જેના આધારે પોલીસે પીડીપીયુ રોડ પરથી GJ-27-DG-4203 નંબર ટુ વ્હીલર સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમના નામ પૂછતાં તે અમદાવાદનો ગોમતીપુર ટોલનાકા પાસે પોપટીયાવાડ ખાતે રહેતાં મહમંદ હમજા મહમદ અખતર શેખ (25 વર્ષ) અને મહમંદ ફૈયાઝ મહમંદ ફિરદોશભાઈ સંધી (23 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. જેઓ પાસેથી 1 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા હતા જે અંગે પૂછતાં ગલ્લાં-તલ્લાં કરવા લાગ્યા હતા. તેઓની ઉંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેમણે લૂંટની કબૂલાત કરી હતી. જેમાં તેઓ છૂટક મજૂરી અને સેન્ટીંગનું કામ કરતાં 30 વર્ષીય યુવક શૈલેષ જેતાભાઈ રાઠોડ (મૂળ-દાહોદ) રોક્યો હતો. જેમાં ફૈયાઝ તેને પાસે જઈને પોલીસની સ્ટાઈલમાં તે ‘માસ્ક કેમ પહેરેલ નથી ચલ મારા સાહેબ જોડે’ કહીં મહંમદ હમજા પાસે લઈ ગયો હતો. જે બાદ બંને શખ્સોએ યુવકના ખિસ્સામાંથી પૈસા કાઢી લીધા હતા. પોલીસે તેઓ પાસેથી ટુ વ્હીલર, 2 ફોન અને 1 લાખ રોકડા મળી કુલ 1.45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આરોપીઓની વધુ પૂછપરછ કરતાં તેઓ ત્રણ મહિના પહેલાં ભાઈજીપુરા પાટીયા પાસે પણ લૂંટ કરી હોવાનું કહ્યું હતું. જેમાં તેઓએ એક વ્યક્તિને તમારુ પાકીટ પડી ગયેલ છે કહીં ઉભો રાખ્યો હતો. જે બાદ વાતોમાં ભોળવીને તેનું પાકીટ ઝૂંટવીને બંને ભાગી ગયા હતા, જેમાં 20 હજાર હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો