તપાસ:પેથાપુર ખાતે સાડીઓના પાર્સલની ચોરી કરનારા 2 આરોપી પકડાયા

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેથાપુર પોલીસે 25 સાડી અને રિક્ષા જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી

પેથાપુરમાં આવેલી સાડીની દુકાન આગળ પડી રહેલા પાર્સલને રિક્ષામાં નાખી ઉઠાવી ગયા હતા. આ બનાવ સીસીટીવીમાં કેદ થયા પછી પોલીસે આરોપીઓને પકડવા કામગીરી હાથ ધરી હતી. જેમાં માત્ર કપડાની ચોરી કરતા બે આરોપીઓને પેથાપુર પોલીસે ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી 25 સાડીઓ અને રીક્ષા જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ પેથાપુર બજારમાં આવેલા કીર્તિરાજ કોમ્પ્લેક્ષમ નવકાર સિલેક્શન નામની દુકાન આગળ જયપુરથી મગાવવામાં આવેલી સાડીઓનુ પાર્સલ પડ્યું હતું. જેને ગત 16 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે ચોરી જવામાં આવ્યુ હતુ. જ્યારેદુકાનમાં કામ કરતા કર્મચારીને ખબર પડતા તેના માલિકને જાણ કરી હતી અને બાદમાં સીસીટીવી ચેક કરવામાં આવતા રીક્ષામાં સાડીઓના પાર્સલની ચોરી કરી લઇ જવામાં આવી હોવાનું સામે આવ્યુ હતુ. જેને લઇ પેથાપુર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પેથાપુર પોલીસ મથકના પીએસઆઇ એ.એસ.ગામીતની ટીમના ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, સાડીઓની ચોરી કરવામાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા નંબર જીજે 18 બીવાય 2392 ક7 તરફથી રાંધેજા તરફ જવાની છે. જેને લઇ પોલીસે હોટલ પાસે વોચ ગોઠવી હતી. જેમાં બાતમી મુજબ રીક્ષા આવતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં અરુણ પરશી લાઉડન (રહે, બંગલા એરીયા, કુબેરનગર), નિશાંત ઉર્ફે કાના સતિષ બાટુંગે (રહે, સિંગલચાલી, કુબેરનગર) અને સુનિતા માણેક અભવેકર (રહે, છારાનગર, કુબેરનગર)ને ઝડપી લીધા હતા. આરોપીઓ માત્ર કપડાની ચોરી કરતા હતા અને ચોરીના માલને ઓછી કિંમતમાં વેચી દેતા હતા. આરોપી સામે અગાઉ પણ અમદાવાદના કેટલા પોલીસ મથકમાં ચોરીના ગુના નોંધાયા છે. પોલીસે 25 સાડી , રીક્ષા સહિત 80 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...