તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:નગરપાલિકાના 198 અને તાલુકા પંચાયતના 189 ઉમેદવારો ચૂંટણી જંગ માટે મેદાનમાં

ગાંધીનગર21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કુલ 797માંથી 468 ઉમેદવારી ફોર્મ માન્ય
 • કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયતની 80 સીટો માટે કુલ 339 ફોર્મ ભરાયાં

સ્થાનિક સ્વરાજની ચુંટણી માટે કુલ 797 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ઉમેદવારી ફોર્મની વહિવટી તંત્ર દ્વારા ચકાસણી કરતા 468 ઉમેદવારી ફોર્મને માન્ય રાખવામાં આવ્યા છે. જ્યારે 329 ફોર્મને અમાન્ય ગણવામાં આવ્યા છે. જેમાં નગરપાલિકાની બેઠક માટે 198, તાલુકા પંચાયતના 189 અને જિલ્લા પંચાયતના કુલ 81 ઉમેદવારોના ફોર્મ મંજુર થતાં ચુંટણી જંગ લડશે.

પંચાયત અને પાલિકાની સ્થાનિક સ્વરાજની ચુંટણી જીતવા માટે રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે જિલ્લા પંચાયતન, નગરપાલિકા અને તાલુકા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારોના ફોર્મ અંતિમ ગત તારીખ 13મી, શનિવારે સુધી કુલ 797 ફોર્મ ભરવામાં આવ્યા હતા. જોકે ચાલુ વર્ષે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી જેવી રાજકીય પાર્ટીઓ તેમજ અપક્ષોએ પણ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જેને પરિણામે ઉમેદવારી ફોર્મ ઢગલાબંધ ભરાયા છે. ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે કુલ 139 ફોર્મ ભરાયા હતા. તેજ રીતે કલોલ, દહેગામ અને માણસા તાલુકા પંચાયતની કુલ 80 સીટો માટે કુલ 339 જ્યારે દહેગામ કલોલ અને માણસા નગરપાલિકાની કુલ 80 સીટો માટે 319 ફોર્મ ભરાયા હતા. ગાંધીનગર જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે 81 ફોર્મ માન્ય અને 58 અમાન્ય રહ્યા હતા. જ્યારે કલોલ તાલુકા પંચાયતની કુલ 26 સીટો માટે 58 માન્ય અને 51 અમાન્ય જ્યારે દહેગામ તાલુકા પંચાયતની કુલ 28 સીટો માટે 61 ફોર્મ માન્ય અને 35 અમાન્ય રહ્યા હતા. ઉપરાંત માણસા તાલુકા પંચાયતની કુલ 26 સીટો માટે 70 ફોર્મ માન્ય અને 64 અમાન્ય રહ્યા હતા. તેજ રીતે કલોલ નગરપાલિકાની કુલ 44 બેઠકો માટે 125 ફોર્મ માન્ય અને 76 અમાન્ય રહ્યા હતા. દહેગામ નગરપાલિકાની 28 સીટો માટે 69 ફોર્મ માન્ય અને 41 અમાન્ય રહ્યા હતા. જ્યારે માણસા નગરપાલિકાના બે વોર્ડની પેટાચુંટણી માટે 8 ફોર્મ માન્ય અને 4 અમાન્ય રહ્યા છે.

રાજકીય પ્રતીકના અભાવે ફોર્મ રદ થયાં
જિલ્લા પંચાયતની કુલ 28 બેઠકો માટે મોટાભાગના ફોર્મ રદ થવા માટે કોઇ ટેકનિકલ કારણ નથી. પરંતુ રાજકીય પક્ષનો ઉલ્લેખ કર્યો હોય પરંતુ તેનું મેન્ડેટ નહી હોવાથી રદ કરવામાં આવ્યા છે. જ્યારે અમુક ફોર્મમાં ભૂલના કારણે રદ કર્યા હોવાનું જિલ્લા ચુંટણી તંત્રએ જણાવ્યું છે.

મહુડી બેઠકના ઉમેદવાર ગેરલાયક હોવાથી રદ
જિલ્લા પંચાયતની મહુડી બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભરનાર ઉમેદવારને વર્ષ-2019માં સરપંચના હોદ્દા ઉપરથી દુર કર્યા હતા. ઉપરાંત તેઓ પાંચ વર્ષ સુધી ચુંટણી લડી શકે નહી તેવો આદેશ કર્યો હોવાથી હજુ સુધી પાચ વર્ષ પૂર્ણ થયા નહી હોવાથી તેઓનું ફોર્મ રદ કરવામાં આવ્યું હોવાનું માણસાના ચુંટણી અધિકારીએ જણાવ્યું છે.

માણસા તાલુકા પંચાયતની 26 બેઠકો માટે ચકાસણી બાદ 70 ઉમેદવાર માન્ય
માણસા તાલુકા પંચાયતની 26 બેઠકો માટે મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો સહિત અપક્ષોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે અને 133 દાવેદારોએ પોતાની ઉમેદવારી નોધાવી હતી. ત્યારે આજે ચકાસણી બાદ 70 ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે. તો નગરપાલિકાના 1 વોર્ડની પેટા ચૂંટણીમાં 4 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા છે. હવે ફોર્મ પરત ખેંચવાનો કાલે છેલ્લો દિવસ છે, ત્યારબાદ દરેક બેઠકનું ચિત્ર સ્પષ્ટ થશે.

પ્રાપ્ત માહિતી મુજબ, માણસા તાલુકા પંચાયતની ગઈ વખતની ચૂંટણીમાં 24 બેઠકો હતી, જેમાં આ વખતે કલોલ તાલુકાના નવા 12 ગામ ઉમેરાતા બેઠકોનો વધારો થતાં કુલ 26 બેઠકો માટે આ વખતે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણી જાહેર થવાની સાથે જ મુખ્ય બંને રાજકીય પાર્ટી ભાજપ અને કોંગ્રેસે પંચાયત હસ્તક કરવા માટે પોતાના મજબૂત ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા હતા અને દરેક બેઠક પ્રમાણે મતના સમીકરણો ધ્યાને લઇ ઉમેદવારોની પસંદગી કરી હતી. ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો જાહેર થયા બાદ અંદરખાને અસંતોષ પણ જોવા મળતો હતો. જે પૈકી ભાજપ કોંગ્રેસ અને આપ પાર્ટીના માન્ય ઉમેદવારોએ મેન્ડેડ રજૂ કર્યા હતા, જ્યારે આજે ઉમેદવારી ફોર્મ ચકાસણીના દિવસે મેન્ડેટ રજૂ નહીં કરી શકનાર અને ડમી ભરાયેલા ફોર્મ અમાન્ય રાખવામાં આવ્યા હતા. એટલે 26 બેઠક પર 70 માન્ય ઉમેદવારો બાકી રહ્યા છે, એવી જ રીતે નગરપાલિકાની 1 વોર્ડની પેટા ચૂંટણીમાં 6 ફોર્મ ભરાયા હતા. જેમાં આજે ચકાસણીને અંતે 4 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે હવે આવતીકાલે ઉમેદવારી પરત ખેંચવાનો આખરી દિવસ હોવાથી કેટલા ફોર્મ પરત ખેંચાય છે તેના પછી જ ચિત્ર સ્પષ્ટ થશે તો ભાજપ-કોંગ્રેસે મતોમાં ગાબડું પાડી શકે તેવા અપક્ષોને ઉમેદવારી પરત ખેંચવા માટે પ્રયત્નો શરૂ કરી દીધા છે.

દહેગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કુલ 247માંથી 155 ઉમેદવારોનાં ફોર્મ મંજૂર
સ્થાનિક સ્વરાજ્યની દહેગામ નગરપાલિકાની 28 , તાલુકા પંચાયતની 28 તેમજ જિલ્લા પંચાયતની 7 બેઠકોની યોજાનાર ચૂંટણી અંગે સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઉપરાંત હરસોલી બેઠક અપક્ષ ઉમેદવારી નોંધાવનારા એક ઉમેદવારે ફોર્મમાં ટેકેદારોની સહી નિયત નમૂના મુજબ ન કરી હોવાથી તેનું ફોર્મ પણ ના મંજૂર કરાયું હતું. જેથી તાલુકા પંચાયતમાં કુલ 61 ફોર્મ મંજૂર કરાયા હતા. જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 41 ફોર્મ ભરાયા હતા, તેમાં પણ ડમી ઉમેદવારોના ફોર્મ ના મંજૂર થવા ઉપરાંત હરખજીના મુવાડા બેઠક પર એક અપક્ષ ઉમેદવારને 3 સંતાન હોવાથી તેમનું પણ ઉમેદવારીપત્ર રદ કરાયું હતું જેથી 25 ફોર્મ મંજૂર થવા પામ્યા હતા. દહેગામ નગર પાલિકામાં કુલ 110 ફોર્મ ભરાયા હતા. જેમાં ડમી ઉમેદવારોના ફોર્મ ના મંજૂર થતાં કોંગ્રેસના 28 ભાજપના 28 બહુજન સમાજ પાર્ટીએ ભરેલા તમામ 6 આમ આદમી પાર્ટીએ ભરેલા તમામ 3 તેમજ 4 અપક્ષ ઉમેદવારોના ફોર્મ સહિત કુલ 69 ફોર્મ મંજૂર રખાયા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો