આયોજન:3 તાલુકાનાં ગામોમાં 3.75 કરોડના ખર્ચે વિકાસનાં 198 કામો થશે

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો યોજના હેઠળ આયોજન

આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો યોજના અંતર્ગત આવતી ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તારમાં વિકાસના કામો કરાય છે. જિલ્લા આયોજન મંડળ દ્વારા એટીવીટી યોજનાને લઈને તમામ તાલુકામાંથી કરવા જેવા કામો મંગાવાયા હતા.

જિલ્લાના ચારેય તાલુકામાં કુલ 5 કરોડના કામો કરવા માટે જિલ્લા આયોજન તંત્ર દ્વારા તાલુકાઓને કહેવાઈને તે મુજબ કામો મંગાવાયા હતા. જેમાં ત્રણેય તાલુકામાં 3.75 કરોડના ખર્ચે 198 જેટલા વિકાસના કામો કરવામાં આવશે. જેમાં ગટર, પાણી, આરોગ્ય અને શિક્ષણના કામોને વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. યોજના અંતર્ગત અનુસુચિત જાતિ-જનજાતિ વિસ્તારમાં પણ વિવિધ કામ કરવામાં આવે છે.

ગાંધીનગર, કલોલ અને દહેગામ તાલુકા દ્વારા કામો સુચવાયા છે જ્યારે માણસા તાલુકામાંથી હજુ સુધી કામો સુચવાયા નથી. જેને પગલે હાલના ધોરણે માણસા સિવાયના ત્રણ તાલુકામાં 3.75 કરોડના કામોનું આયોજન હાથ ધરાયું છે. આગામી સમયે માણસા તાલુકામાંથી કામોની સુચનો આવ્યો બાદ તે દિશામાં પણ આગામી દિવસોમાં કામગીરી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...