તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:મનપા વિસ્તારમાં 192 બાળકો અને 88 માતાને રસી અપાઈ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મિશન ઇન્દ્રધનુષ રસીકરણ અભિયાન અંતર્ગત
  • DyCMએ બોરીજ રસીકરણ અભિયાન સ્થળની મુલાકાત લીધી

રાજ્યમાં માતા-બાળ મૃત્યુદર ઘટાડવા તથા ગંભીર રોગો સામે સુરક્ષા કવચ પૂરું પાડવા રાજ્ય સરકાર દ્વારા સઘન મિશન ઇન્દ્રધનુષ રસીકરણ અભિયાન ચલાવાય રહ્યું છે. કોર્પોરેશન વિસ્તારમાં બોરીજ ખાતે સઘન મિશન ઇંદ્રધનુષ રસીકરણ અભિયાનના સ્થળની નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે મુલાકાત લીધી હતી.

આ અભિયાનનો પ્રથમ તબક્કો 12 જુલાઇ-2021થી શરૂ કરી દેવાયો છે, જયારે બીજો તબક્કો 17 ઓગસ્ટ-2021થી, અને ત્રીજો તબક્કો 13 સપ્ટેબર 2021થી શરૂ કરાશે. જેમાં જુલાઇથી સપ્ટેબર સુધી 7 દિવસ સેશન પ્લાન કરી રસીકરણની વ્યવસ્થા કરાઈ છે. જેમાં બુધવાર-રવિવારના મમતા દિવસ અને રજાના દિવસો કામગીરી બંધ રહેશે. મંગળવારે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ-‌18 મમતા સેશનનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 88 માતા તથા 192 બાળકોનું રસીકરણ કરાયું હતું.

બોરીજ ખાતે પહોંચેલા નીતિન પટેલે કહ્યું હતું કે, ‘માતા-બાળ મૃત્યુ દર ઘટાડવા તથા ગંભીર રોગો સામે રક્ષણ પુરૂં પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર છે. રાજ્યમાં આ કાર્યક્રમ અંતર્ગત વાર્ષિક 13 લાખથી વધુ સગર્ભા માતાઓને અને તેમના બાળકોને આવરી લેવાય છે. એક વર્ષમાં 10.26 લાખથી વધુ એટલે કે 91 ટકા બાળકોનું રસીકરણ આ અભિયાન અંતર્ગત કરાયું છે.’

અન્ય સમાચારો પણ છે...