જિલ્લાના 24 પશુ દવાખાનામાં છેલ્લા બે વર્ષથી કોઇ જ નવી ભરતી કરવામાં આવી નથી. જેને પરિણામે પશુ ચિકિત્સક, ડ્રેસર, પટ્ટાવાળા કમ ડ્રેસર સહિતના 19 કર્મચારીઓની ઘટ છે. પશુ દવાખાનામાં છેલ્લા બે વર્ષથી કોઇ જ ભરતી કરવામાં આવી નથી. તેની સીધી અસર પશુ દવાખાના તાબાના ગામોમાં પશુઓની સમયાંતરે મુલાકાત લઇને ચકાસણી સહિતની કામગીરી ઉપર અસર પડી રહી છે. ત્યારે વિધાનસભામાં પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કો ગત તારીખ 31મી, ડિસેમ્બર-2022ની સ્થિતિએ જિલ્લામાં પશુપાલન દવાખાનામાં સંવર્ગવાર મંજુર થયેલા મહેકમ કેટલું છે. તેમાંથી કેટલી જગ્યાઓ ખાલી અને ભરાયેલી છે.
ખાલી જગ્યાઓ ક્યાં સુધીમાં ભરવાનું આયોજન કરાયું છે. પ્રશ્નના જવાબમાં પશુપાલન મંત્રીએ જણાવ્યું છે કે જિલ્લાના 24 પુશ દવાખાનામાં પશુ ચિકિત્સકની 23 જગ્યાઓ ભરાયેલી અને એક ખાલી છે. જ્યારે ડ્રેસર વર્ગ--4ની એક ભરાયેલી અને છ ખાલી છે તેજ રીતે પટ્ટાવાળા કમ ડ્રેસરની 15 ભરાયેલી અને 12 જગ્યાઓ ખાલી છે. પશુ ચિકિત્સની ભરતી દસ વર્ષિય ભરતી કેલેન્ડર મુજબ પ્રગતિમાં છે. જ્યારે ડ્રેસર અને પટ્ટાવાળા કમ ડ્રેસની જગ્યાઓ આઉટ સોર્સિંગથી જિલ્લા પંચાયત દ્વારા કામગીરી લેવામાં આવે છે. પશુ ચિકિત્સક ન હોવાથી તેની અસર પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.