તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લાના 10 સહિત 19 દર્દીનાં મોત પ્રતિ કલાક 1થી 2 દર્દીનાં મોત થયાં

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધુ 54 કેસ : 61 દર્દી સાજા થતાં કોરોનામુક્ત દર્દીઓનો આંક 5300ને પાર

જિલ્લામાં કોરોનાના વધુ 54 કેસ નોંધાતા કુલ આંકડો 6406એ પહોંચ્યો છે. હાલમાં કોરોનાનું સંક્રમણ વધવા છતાં નોકરીયાત કે વેપાર-ધંધાવાળા 17 વ્યક્તિઓની સામે ઘરે રહેતા નિવૃત્ત, ગૃહિણી અને વિદ્યાર્થીઓ સહિત 37 વ્યક્તિઓ સંક્રમિત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 19 દર્દીઓના મોતથી પ્રતિ કલાક એક થી 2 દર્દીઓએ અંતિમ શ્વાસ લીધો. જેમાં જિલ્લાના 10 દર્દીઓના મોતમાં ટીંટોડાનો 35 વર્ષીય, ધારીસણાનો 40 વર્ષીય બે યુવાનો તેમજ પીપળજના 85 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-14ની 72 વર્ષીય મહિલા, નારદીપુરની 52 વર્ષીય ગૃહિણી, ચંદ્રાલાના 55 વર્ષીય આધેડ, મોખાસણના 81 વર્ષીય વૃદ્ધ, પુંધરાના 78 વર્ષીય વૃદ્ધ, કલોલના 63 વૃદ્ધ, માણસાના 68 વર્ષીય વૃદ્ધનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

જ્યારે અન્ય જિલ્લામાંથી મહેસાણાના 86 વર્ષીય, 61 વર્ષીય, 70 વર્ષીય જ્યારે અમદાવાદની 66 વર્ષીય મહિલા, 51 વર્ષીય આધેડ, 90 વર્ષીય વૃદ્ધ, 70 વર્ષીય વૃદ્ધ, 65 વર્ષીય વૃદ્ધ, કચ્છના 56 વર્ષીય આધેડએ અંતિમ શ્વાલ લીધો હતો. જ્યારે તબિબોના માર્ગદર્શનથી સઘન સારવારને અંતે વધુ 61 દર્દીઓ સાજા થતાં કોરોના મુક્ત દર્દીઓનો આંકડો 5310 થયો છે. કોરોનામાં સપડાયેલી વ્યક્તિઓમાં પોલીસ જવાન, શિક્ષક, ખેતીવાડી વિભાગના અધિકારી, ગૃહિણી, વિદ્યાર્થીઓ, ડ્રાયવર, વેપારી, ખેડુત સહિતનો સમાવેશ થાય છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 26, ગાંધીનગર અને કલોલમાંથી 8-8, માણસામાંથી 7 અને દહેગામમાંથી 5 નવા કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો