રાષ્ટ્રિય ધોરી માર્ગના ડેપ્યુટી એન્જિનિયરને ગઠિયાએ બિલ બાકી હોવાનુ કહી ઓનલાઇન અપડેટ કરાવતા 18.79 લાખ ઉઠાવી લીધા હતા. આ બનાવને લઇ સાઇબર ક્રાઇમ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.ગાંધીનગરમા અગાઉ ભાટ અને કોબામા રહેતી વૃદ્ધાને લાઇટ બિલ બાકી હોવાનુ કહી ગઠિયાએ લીંક મોકલી છેતરપિંડી કરી હતી. જેમા 50 હજાર અને 1.37 લાખની રોકડ ઉઠાવી લીધી હતી. હવે રાષ્ટ્રિય ધોરીમાર્ગમા નોકરી કરતા ડેપ્યુટી એન્જિનિયર હિતેશ દિનેશભાઇ પટેલ (સેક્ટર 3એ. મૂળ કડી)ના મોબાઇલ ઉપર એક અંગ્રેજીમા સંદેશ મોકલી છેતરપિંડી કરતી હતી.
સંદેશમા જણાવ્યું હતું કે, પ્રિય ગ્રાહક, તમારુ ઇલેક્ટ્રિસિટી આજે રાત્રે 9:30 વાગે બંધ થઇ જશે. જો તમે તમારંુ બીલ અપડેટ નહિ કરો તો. ત્યારબાદ ફરીથી અન્ય નંબર ઉપરથી એક કોલ આવ્યો હતો અને બિલ સિસ્ટમમા અપડેટ થયુ નથી. પરિણામે ગઠિયાએ એન્જિનિયરને ઓનલાઇન બ્રાઉઝર ઓપન કરાવ્યું હતુંઅને સામેથી જ હું તમને મદદ કરુ તેમ કહી યુજીવીસીએલ સર્ચ કરાવતા પે એનર્જી બીલ ઓનલાઇન ઉપર ક્લિક કરાવ્યંુ હતંુ. જેમા પે બાય.બીલ ડેસ્ક, પેટીએમ ઉપર ક્લીક કરાવ્યુ હતંુ. ત્યારબાદ ક્વિક પેમેન્ટ પોર્ટલ ખોલ્યા પછી બિલ એમાઉન્ટ ઉપર રકમ દેખાતી ન હતી.
જેમા ગઠિયાએ ચેક કરવા માટે 20 રૂપિયા સામેથી મંગાવ્યા હતા,નેટ બેંકિંગની પ્રોસેસમા એરર આવી હતી, પરિણામે એક એપ ડાઉનલોડ કરાવી હતી, જેમા મોબાઇલ નંબર નખાવ્યો હતો. તમામ પ્રક્રિયા કરવા છતા બિલ અપડેટ થતંુ ન હતું. જ્યારે સામેના ગઠિયાએ હુ પ્રોસેસ પુરી કરી ફરીથી ફોન કરુ કહીને મુકી દીધો હતો. તમામ પ્રક્રિયા પૂરી કરી હતી.
જ્યારે સાંજે ઘરે આવીને મોબાઇલ હાથમા લેતા બેંકના મેસેજ આવીને પડ્યા હતા. જેમા આઇસીઆઇસીઆઇ બેંકના ખાતામાંથી 4.95 લાખ, 4.95, 017 લાખ, 49,900 હજાર, 49,997 હજાર, 10 હજાર, 49,901 હજાર, 2 લાખ, 40 હજાર મળી 13.89,815 કપાઇ ગયા હતા. જ્યારે એસબીઆઇમાંથી 5 વખત એક એક લાખ રુપિયા મળી 5 લાખ રૂપિયા કપાઇ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.