વિધાનસભાની ચૂંટણી ટાણે ચિલોડા પોલીસે વિદેશી દારુનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. ચંદ્રાલા પાસે પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. દરમિયાન ઇનોવા કાર આવતા તેને રોકવાનો ઇશારો કર્યો હતો. પરંતુ કાર ચાલકે કારને હંકારી મુકી હતી. કાર સાદરા તરફ દોડાવી હતી, પોલીસે પણ પીછો કરી માધવગઢની સીમમાંથી ઝડપી લીધી હતી. દારુ સહિત 7.51 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ વિધાનસભાની ચૂંટણીના નગારા વાગી ચૂક્યા છે. ત્યારે મતદારોને આકર્ષવા દારુની રેલમછેલ કરવામા આવતી હોય છે.
જેને લઇ પોલીસ દ્વારા પણ ફૂલ પેટ્રોલીંગ કરવામા આવી રહ્યુ છે. ત્યારે ચિલોડા પોલીસના પીઆઇ એન્ડરસન અસારીની ટીમના પીએસઆઇ બી.એન.પ્રજાપતિ સહિત ચંદ્રાલા પાસે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન એક ઇનોવા કાર નંબર જીજે 18 એબી 9129 આવતા તેને રોકવાનો ઇશારો કરવામા આવ્યો હતો. પરંતુ કારને દોડાવી મુકી હતી. પોલીસની ટીમ પણ કારની પાછળ પાછળ દોડી હતી. જેમા કાર સાદરા તરફથી માધવગઢની સીમ તરફ દોડાવતા ઝડપી લીધી હતી.
જેમા કાર ચાલક વિજય કાના નારણ ખરાડી (રાજનગર ફળિયુ, બલીચા ગામ, ઉદયપુર, રાજસ્થાન) ને ઝડપી લીધો હતો. જ્યારે કારની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારુની 1868 બોટલ કિંમત 2,49,300 ઝડપી લીધો હતો. ત્યારે પોલીસે દારુ, મોબાઇલ અને કાર સહિત કુલ 7,51,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એક આરોપી સતિષ (કાંકરા ડુંગરા, ખેરવાડા, ઉદયપુર) ફરાર થઇ ગયો હતો. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.