તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પ્રાંતિયામાં એક જ રાતમાં 3 મકાનમાં તસ્કરી 1 મકાનમાંથી 1.82 લાખની માલમત્તા ચોરાઈ

ગાંધીનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંતિયામાં મોટી ચોરીના ઈરાદે ત્રાટકેલાં તસ્કરોનો 2 મકાનમાં ફેરો ફોગટ રહ્યો
  • છેલ્લા 4 દિવસમાં ચિલોડા આસપાસનાં ગામોમાં ચોરીના બનાવોના પ્રમાણમાં વધારો: જિલ્લાનાં અન્ય ગામોની જનતામાં પણ ચિંતાની લાગણી

ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમા તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. થોડા સમય પહેલા છાલા અને દોલારાણા વાસણામા દુકાનના તાળા તુટ્યા હતા. ત્યારે માત્ર 2 દિવસના ગાળામા પ્રાતિયા ગામમા એક જ રાતમા 3 મકાનના તાળા તુટ્યા છે. જેમા 2 મકાનમાં ફેરો ફોગટ રહ્યો હતો, પરંતુ અન્ય એક મકાનમાંથી રૂ.1.82 લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થયા હતા. આ બનાવની ફરિયાદ ડભોડા પોલીસ મથકમાં નોંધાતા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાંતિયા ગામમા રહેતા અશોકજી શકરાજી સોલંકી પશુપાલનનો વ્યવસાય કરતા હોવાથી ખેતરમાં પશુઓનો તબેલો કરાયો છે. જેની જાળવણી માટે રાત્રે ખેતરમા સુવા માટે જતા હતા. તેમના પત્ની પિયરમાં ગયા હોવાથી તેમના 2 બાળકોને પણ ખેતરમા સાથે લઇ ગયા હતા. ત્યારે ગઇકાલ રાત્રે નિયત સમય મુજબ પોતાના 2 બાળકો સાથે ખેતરમા સુવા ગયા હતા. જ્યારે આજે શનિવારે વહેલી સવારે દૂધ મંડળીમાં દૂધ ભરાવવાનુ હોવાથી ખેતરમાંથી સીધા મંડળીમા ગયા હતા.

જ્યારે દૂધ ભરાવી તેમની દિકરી અને દિકરા સાથે ઘરે ગયા તે દરમિયાન મકાનનો મુખ્ય દરવાજાનો નકુચો તુટેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યારે અંદર પ્રવેશ કરીને જોતા અંદરના રૂમમા મુકેલી બંને તિજોરીઓ, ગાદલા મુકવાનો પટારો, પેટી પલંગ ખુલ્લી હાલતમાં જોવા મળ્યા હતા.

આ ઘટનામાં તિજોરીમા રાખવામા આવેલા દાગીનામાં સોનાની એક તોલાની ચેઇન કિંમત 40 હજાર, સોનાનુ લોકેટ અને બુટ્ટી કિંમત 60 હજાર, ચાંદીના 500 ગ્રામ વજનના કડલા કિંમત 25 હજાર, ચાંદીની 250 ગ્રામ વજનની કાંબી 12 હજાર, 300 ગ્રામ વજનની બે જોડી પાયલ કિંમત 15 હજાર, ઘડીયાળ કિંમત 500 અને રોકડ રૂપિયા 30 હજાર મળી કુલ 1.82.500ના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો પલાયન થયા હતા.બીજી તરફ અશોકજીના મકાનથી દુર આવેલા ચેહરબેન વસરામભાઇ રબારી અને અલ્પેશભાઇ રબારીના મકાનમા પણ તસ્કરો ખેપ મારી ગયા હતા. પરંતુ ત્યાથી કાંઇ હાથમા આવ્યુ હોય તેવુ જાણવા મળ્યુ નથી.

અન્ય સમાચારો પણ છે...