ભાસ્કર એનાલિસિસ:ગાંધીનગરમાં 5 વર્ષમાં 18198 વૃક્ષ કપાયાં છોડ ન ઉગાડ્યા પણ 3.04 કરોડનો ‘દંડ’ ભર્યો

ગાંધીનગર21 દિવસ પહેલાલેખક: હિતેષ જયસ્વાલ
  • કૉપી લિંક
  • જુલાઈની શરૂઆતમાં જ વિકાસ માટે 1,000 વૃક્ષ કાપવાનો નિર્ણય લેવાયો

‘હરિયાળા’ ગાંધીનગરમાં 5 વર્ષમાં 18,198 વૃક્ષ કપાઈ ચૂક્યાં છે. વિકાસના નામે વૃક્ષ કાપવાની સરકારે મંજૂરી આપી છે અને તે માટે છોડ રાપવાની અથવા નિશ્ચિત રકમનો દંડ ભરવાની જોગવાઈ પણ મૂકી છે. દુઃખની વાત એ છે કે 18,198 ઝાડ કપાયાં, તેની સામે વન વિભાગને ચાર્જ પેટે રૂ. 3.04 કરોડની આવક થઈ પરંતુ કોઈએ એક છોડ સુધ્ધાં રોપ્યો નથી.

બીજી તરફ વન વિભાગે જિલ્લામાં 2612 હૅક્ટરમાં કુલ 18.28 લાખ રોપાની વાવણી કરી છે. પાટનગરને ફરી હરિયાળું બનાવવા માટે વન વિભાગે ખુલ્લી જગ્યા, રોડની બંને સાઇડ, વિવિધ શૈક્ષણિક સહિતની કચેરીઓના કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને પાટનગરના માથે પુન: હરીયાળા નગરનો તાજ પહેરાવવા વન વિભાગ કમરકસી રહ્યું છે. જોકે વન વિભાગની મહેનત ઉપર વિકાસની કાતર ફરી વળતી હોય છે. જોકે રાજ્યના વન વિભાગ દ્વારા ઉછેરેલા નાના-મોટા વૃક્ષો કાપવા બદલ નિયત કરેલા ચાર્જ વસૂલમાં આવે છે. જોકે જિલ્લાના વિવિધ માર્ગો કે નવી નવી સરકારી કચેરીઓના નિર્માણને પગલે 5 વર્ષમાં કુલ 18198 વૃક્ષો ઉપર વિકાસની કાતર ફરી વળી છે.

5 વર્ષમાં વન વિભાગે ગાંધીનગરમાં કરેલું વાવેતર

વર્ષહૅક્ટરવાવેતર
2017-18860470000
2018-19542405700
2019-20400322500
2020-21416321200
2021-22394309488

18.28 લાખ રોપા વાવ્યા

કપાયેલાં વૃક્ષોની સામે ગાંધીનગરને ફરી હરિયાળું બનાવવા માટે વન વિભાગે 5 વર્ષમાં અલગ અલગ જગ્યાએ કુલ 2612 હેક્ટરમાં 18.28 લાખ રોપાની વાવણી કરી છે.

કોરોનાકાળમાં સૌથી વધુ વૃક્ષો કપાયાં
પાટનગરમાં કોરોના અને ઑક્સિજનની અછતને કારણે વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. વર્ષ 2020-21માં કોરોનાના દર્દીઓને ઑક્સિજનની જરૂર હતી ત્યારે જ વિકાસની કાતર ઑક્સિજન ઉત્પન્ન કરતી કુદરતી ફૅક્ટરીઓ એટલે કે વૃક્ષો ઉપર ફરી વળી હતી. વર્ષ 2020-21માં 7550 વૃક્ષ કાપી નખાતાં વન વિભાગે રૂ. 2.41 કરોડનો ચાર્જ વસૂલ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...