પોરાનાશક કામગીરી:વાહકજન્ય રોગચાળાને નાથવા માટે જિલ્લાનાં ગામોમાં 1810 ટીમો બનાવી તપાસ કરાઇ

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3964 પાત્રોમાંથી મચ્છરના પોરા મળ્યા

વરસાદ થતાં જ જિલ્લાના ગામોમાં પોરાનાશક કામગીરીના ભાગરૂપે 1810 ટીમો બનાવી હતી. ટીમોએ ડોર ટુ ડોર સર્વેલન્સ કરીને 3773 ઘરમાંથી મચ્છરના પોરાના લારવાવાળા 3964 પાત્રો મળી આવ્યા હતા. આથી લારવાવાળા પાત્રોને નાશ કર્યા હતા. ઉપરાંત સર્વેલન્સ દરમિયાન 2350 લોહીના નમુના લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થતાં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બને નહી તે માટે જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌત્તમે ગામડાઓમાં સર્વેલન્સની કામગીરી સઘન કરવા જિલ્લા આરોગ્ય અધિકારીને આદેશ આપ્યો હતો. આથી ઇન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગૌત્તમ નાયકે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી માટે 1810 ટીમો બનાવીને કામગીરી શરૂ કરી છે.

જેમાં આરોગ્યની ટીમોએ જિલ્લાના 1072819 વસ્તીને આવરી લેતા કુલ-201330 ઘરોની મુલાકાત લઇને મચ્છરની ઉત્પત્તિવાળા 474360 પાત્રોની તપાસ કરી હતી. તેમાંથી 3773 ઘરોમાંથી મચ્છરના પોરા મળી આવતા પોરાના ઉત્પત્તિવાળા 3964 પાત્રોને નાશ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...