તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જિલ્લાનાં 6 ગામમાં ઊભાં કરાયેલા કોવિડ આઇસોલેશન સેન્ટરમાં 18 દર્દીઓ દાખલ

ગાંધીનગર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
જિલ્લાના ગામોમાં ઉભા કરાયલે કોવિડ કેસ સેન્ટરમાં દર્દીઓને દાખલ થયા - Divya Bhaskar
જિલ્લાના ગામોમાં ઉભા કરાયલે કોવિડ કેસ સેન્ટરમાં દર્દીઓને દાખલ થયા
 • જિલ્લાના જાખોરા, સાંતેજ, આરસોડિયા, ધાનોટ, ડભોડા અને બહિયલ ગામમાં સેન્ટર ઊભાં કરાયાં
 • સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓની મદદથી સમાજની વાડીમાં આઈસોલેશનની વ્યવસ્થા કરાઈ

ગ્રામ્ય વિસ્તારમાં હોમ આઇસોલેશન કોવિડ દર્દીઓના સંપર્કથી પરિવારના અન્ય વ્યક્તિઓ પણ સંક્રમિત થાય નહી તે માટે કોવિડ આઇસોલેશન સેન્ટર ઉભા કરાયા છે. તેમાં જિલ્લાના 6 ગામોમાં ઉભા કરાયેલા કોવિડ આઇસોલેશન સેન્ટરમાં 18 દર્દીઓને દાખલ કરીને દિવસમાં બે ટાઇમ આરોગ્યલક્ષી તપાસ કરવામાં આવી રહી છે.

કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પણ દિન પ્રતિદિન વિકટ બની રહી છે. તેમાંય ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓને હોમ આઇસોલેશન રહેવા માટે ઘરે સગવડ નથી. તે માટે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચ, તલાટી કમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓની મદદથી સમાજની વાડી, શાળાઓ સહિતની જગ્યાએ હોમ આઇસોલેશન સેન્ટર ઉભા કરવાનો જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો હતો. જેને પગલે જિલ્લાના 6 ગામોમાં આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં હાલમાં કુલ 18 દર્દીઓને દાખલ કરીને કોવિડની સારવાર આપવામાં આવી રહી છે. જિલ્લાના ગાંધીનગર તાલુકામાં જાખોરા ગામમાં પ્રાથમિક શાળામાં શરૂ કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં કુલ 15 બેડમાં હાલમાં 3 દર્દીઓને દાખલ કર્યા છે.

જ્યારે ડભોડામાં બે દર્દીઓને દાખલ કર્યા છે. જ્યારે કલોલ તાલુકાના સાંતેજ અને આરસોડિયા ગામમાં ઉભા કરાયેલા આઇસોલેશન સેન્ટરમાં 2-2 દર્દીઓને દાખલ કરાયા છે. ઉપરાંત દહેગામ તાલુકાના બહિયલ ગામની શાળામાં ઉભા કરાયેલા સેન્ટરમાં 5 દર્દીઓને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આઇસોલેશન સેન્ટરમાં દાખલ દર્દીઓનું દિવસમાં બે વખત મેડિકલ ચેકઅપ કરાય છે.

દવાઓ, આર્યુવેદિક ઉકાળો, ફળો, લીંબુ શરબત સહિત આપવામાં આવી રહ્યા છે. આશા કાર્યકર અને અન્ય પેરા મેડિકલ સ્ટાફ દ્વારા આરટીપીસીઆર અથવા રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવે તેમજ સામાન્ય લક્ષણો ધરાવતા હોય તેવા દર્દીઓને પણ આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો