તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અંબાપુર, ઇસનપુર, લીંબડીયા અને પેથાપુરમાંથી 18 જુગારી પકડાયા, જુગારની બદી અટકાવવા વિવિધ સ્થળોએ થતી તપાસ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પોલીસે રેડ કરી તમામજગ્યાએેથી 65 હજારની રોકડ સાથે મુદ્દામાલ જપ્ત કર્યો
  • શ્રાવણમાં રમાઈ રહેલાં જુગાર પર પોલીસની ખાસ વોચ

અંબાપુર, ઇસનપુર, લીંબડીયા અને પેથાપુરમાંથી 18 જુગારીને પકડી તમામ પાસેથી પોલીસે 65 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી. અડાલજ પોલીસને બાતમી મળી હતી કે, અંબાપુરમા જુગાર રમાય છે. પોલીસે ટીમ સાથે રેડ કરતા રાહુલ પશાજી ઠાકોર, અમિત દિનેશ ઠાકોર, સુરેશ બબા ઠાકોર, અશોક જયંતિ ઠાકોર અને દશરથ અમાજી ઠાકોર (તમામ રહે, અંબાપુર)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસે દાવમા લગાવેલા સહિત 11400નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. ચિલોડા પોલીસે ઇસનપુરમા રેઇડ કરતા 8 જુગારીને ઝડપી લીધા હતા.

જેમા મહેશસિંહ જયેશસિંહ બિહોલા, માનસિંહ ઠાકરસિંહ ઠાકોર (બંને રહે, નાંદોલ, દહેગામ), પ્રવિણ ગોવિંદ ઠાકોર, અભાજી અમથાજી ઠાકોર, દિનેશ સોમા મકવાણા, સંજય સખતીર ઠાકોર, નરેશ શિવાજી ઠાકોર અને અનિલ અર્જુન ઠાકોર (તમામ રહે, ઇસનપુર મોટા)ને જુગાર રમતા પકડ્યા હતા, આરોપીઓએ દાવમા લગાવેલી રકમ સહિત પોલીસે 40650નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. ડભોડા પોલીસે લીંમ્બડીયા ગામમા રેડ કરતા બે જુગારીને ઝડપ્યા હતા.

લીંબડીયામાંથી સચિન ભરત પંડ્યા અને મુકેશ પુનમ લવાર (બંને રહે, લીંબડીયા)ને પોલીસે 2360ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.પેથાપુર પીએસઆઇ આર.બી. પરમારની આગેવાનીમાં પોલીસે રેડ કરતા રાજેશ બાબુલાલ શાહ, સંજય રમેશ ભરથરી અને સુરેશ રમેશ ભરથરીને જુગાર રમતા પકડી ે દાવમા લગાવેલી રકમ સહિત 11030નો મુદ્દામાલ જપ્ત કરી તમામ સામેે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...