17866 બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા:શહેરની 63 પ્રાથમિક શાળાના 17866 વિદ્યાર્થીઓને સુવર્ણપ્રાશન પીવડાવ્યું

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુવર્ણપ્રાશનથી બાળકોની શ્રવણશક્તિ સારી થશે અને સર્વ રોગોથી રક્ષણ મળી રહેશે

બાળકોની શ્રવણશક્તિ સારી થાય અને સર્વે રોગોથી રક્ષણ મળે તે માટે નગરની 63 પ્રાથમિક શાળા અને 111 આંગણવાડીના 17866 બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા. આયુર્વેદ શાસ્ત્રમાં 0થી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશન આપી શકાય છે.

આયુર્વેદશ ાસ્ત્રમાં સુવર્ણપ્રાશનનું સેવન 0થી 12 વર્ષના બાળકો માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે. જોકે ઘણાં પરિવારો પોતાના સંતાનોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવતા હોય છે. ત્યારે સરકારી પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકોને સર્વે રોગથી રક્ષણ મળે તેમજ તેઓની શ્રવણશક્તિની સાથે મેઘા, અગ્નિ, બળ વધારનારું તેમજ લાંબુ આયુષ્ય પ્રદાન કરવા સહિતના ગુણ સુવર્ણપ્રાશનમાં રહેલી છે.

આથી નગરની 63 પ્રાથમિક શાળાઓના 14911 તેમજ 111 આંગણવાડીના 2955 બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનો કાર્યક્રમ શનિવારે યોજવામાં આવ્યો હતો. જોકે સુવર્ણપ્રાશનના ટીપાં પુષ્યનક્ષત્રના દિવસે પીવડાવવું ઉત્તમ ગણવામાં આવ્યું છે. જેને પરિણામે સંસ્કૃતિ આર્ય ગુરૂકુલ, રાજકોટ દ્વારા સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...