તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપા ચૂંટણી:1થી 6 વોર્ડમાં કોંગ્રેસમાંથી 175 દાવેદારો સામે આવ્યા, આજે વોર્ડ 7થી 11 માટે પસંદગી પ્રક્રિયા થશે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિન્કીબેન પટેલ સિવાયના મોટાભાગના વર્તમાન કોર્પોરેટરની દાવેદારી

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા ગુરૂવારથી ઉમેદવારની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસના નિરિક્ષકો જયરાજસિંહ પરમાર, ડો. જીતુ પટેલ, સંજય અમરાણી તથા વંદનાબેન પટેલે દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. સેક્ટર-22 સ્થિત કોંગ્રેસ કાર્યલય ખાતે ગુરૂવારે વોર્ડ નંબર 1થી 6માં માટે કુલ 175 દાવેદારો સામે આવ્યા હતા. સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીમાં કોઈ કચાસ રાખવા માંગતું નથી. કારણ કે જિલ્લા પંચાયત ખોઈને બેઠેલી કોંગ્રેસ માટે કોર્પોરેશનમાં પોતાને જીવત સાબિત કરવા માટે પ્રયત્નો કર્યા વગર છૂટકો નથી.

અત્યાર સુધી યોજાયેલી કોર્પોરેશનની બે ચૂંટણીઓમાં એક વખત ભાજપથી સારુ અને બીજી વખત ભાજપની સમકક્ષ પ્રદર્શન કરનાર કોંગ્રેસને આ વખતે જીતવા માટે વધુ મહેનતની જરૂર પડશે તે નક્કી છે. કોરોનાને પગલે દાવેદારોને એકલા જ આવવા માટે અનુરોધ કરાયો હતો. જેનું પાલન થતાં કોંગ્રેસ કાર્યલય પર બહુ ભીડ જોવા મળી ન હતી.

શૈલેન્દ્રસિંહ બિહોલ, જીતુભાઈ રાયકા, અંકિત બારોટ, રોશનબેન પરમાર, લલીતાબેન ઠાકોર, હસમુખભાઈ ઠાકોર સહિતના વર્તમાન કોર્પોરેટર્સ ટિકિટ માટે દાવેદારી કરી છે. મહિલા કોર્પોરેટર પિન્કીબેન પટેલના પતિ એવા રજનીકાંત પટેલ વોર્ડ નં-6માં દાવેદારી કરી છે. ઉલ્લેખનીય છે કે મનપાના 1થી 6 વોર્ડ માટે ભાજપમાં દાવેદારોની સંખ્યા 312 થઈ જેની સામે દાવેદારોની સંખ્યા 175 જેટલી થઈ છે.

પેથાપુર પાલિકાના ભાજપના 1, કોંગ્રેસના 2 પૂર્વ સભ્યોની દાવેદારી
ગાંધીનગર હદ વિસ્તરણ થતાં પેથાપુર પાલિકા કોર્પોરેશનમાં ભળી ગઈ છે. જેમાં હવે પેથાપુર,જીઈબી કોલોની, આદિવાડા,ચરેડીને ભેગા કરીને મનપાનો વોર્ડ નં-2 તૈયાર થયો છે. ત્યારે આ વોર્ડમાંથી પેથાપુર પાલિકાના કોંગ્રેસના પૂર્વ સભ્ય અજીતસિંહ વાઘેલ તથા ગજેન્દ્રસિંહ વાઘેલા જ્યારે ભાજપમાં પૂર્વ સભ્ય એવા મીનાબા મહેન્દ્રસિંહ વાઘેલાએ કોંગ્રેસની ટિકિટ માટે દાવેદારી કરી હોવાનું જાણવા મળ્યું છે.

વોર્ડ-4માં 2 સભ્યો ટકરાશે!
વોર્ડ નં-4માં પાલજ, બાસણ, ધોળકુવા, ઈન્દ્રોડા, બોરીજ, સે-20ના કેટલાક ભાગનો સમાવેશ થાય છે. વોર્ડની 4 બેઠકમાંથી 2 સ્ત્રી અનામત માટે બાદ કરતાં પુરુષો માટે 2 બેઠક વધે છે, જોકે તેમાંથી 1 એસસી અનામત થઈ છે. જેને પગલે હાલ વિસ્તારમાંથી ચૂંટાયેલા વિરોધ પક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા તથા કોર્પોરેટર હસમુખ મોકવાણા બંનેમાંથી એકને જ ટિકિટ મળે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો