તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે 17 નવા કેસ, સારવાર દરમિયાન 5 દર્દીના મોત

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 67 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા

ગાંધીનગરનાં દહેગામ તેમજ માણસા વિસ્તારમાં ચાર ખેડૂતો સહિત જિલ્લામાં આજે 17 કોરોનાના કેસો દફતરે નોંધાયા છે. જેની સામે 67 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે 5 દર્દીઓ નું સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.

ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેરમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે ત્યારે આજે દહેગામ અને માણસા નાં ગ્રામ્ય વિસ્તારોમાં ચાર ખેડૂતો સહિત 17 કોરોનાના કેસો મળી આવ્યા હતા. ગાંધીનગર નાં ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં આજે 17 કોરોના કેસો ની સામે 67 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે 5 દર્દીઓએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો.

ગાંધીનગર જિલ્લામાં આજે દહેગામ અને માણસા ગ્રામ્ય વિસ્તારોમાં 06 કોરોના કેસો સરકારી ચોપડે નોંધાયા હતા. અને 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. એજ રીતે કોર્પોરેશન વિસ્તારમાં 11 કોરોના કેસોની સામે 43 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર મળી કુલ 17 કોરોના દર્દીઓની સામે 67 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...