તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:17 લાખના ગાયબ માસ્ક અને સેનિટાઈઝર RTIમાં ‘મળી’ આવ્યાં

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોંગ્રેસના કાઉન્સિલરે માહિતી મેળવવા વિજિલન્સ કમિશનર સુધી રજૂઆત કરી

પૂર્વ મેયર રીટાબેન પટેલની ગ્રાન્ટમાં ખરેખર કેટલો ખર્ચ થયો તે અંગે હિસાબો ન મળતા હોવાનો ઘાટ ઘડાયો છે. થોડા દિવસ પહેલાં કોર્પોરેશને કોંગ્રેસને આપેલા જવાબમાં માસ્ક અને સેનિટાઈઝરની બાબતનો ઉલ્લેખ કરાયો ન હતો, આરટીઆઈ હેઠળની વિગતોમાં મેયરની ગ્રાન્ટમાંથી 17 લાખથી વધુની કિંમતના માસ્ક અને સેનિટાઈઝર ખરીદાયા હોવાનું મ્યુનિસિપલ તંત્ર સ્વીકારી રહ્યું છે.

જોકે કેટલા ભાવે કેટલા નંગ ખરીદી થઈ તેનો હિસાબ અપાયો ન હોવાનું પણ કહેવાય છે. પૂર્વ મેયર રીટાબેન પટેલની ગ્રાન્ટમાંથી હાથ ધરાયેલા કામો અને ખર્ચનો હિસાબ મેળવવા માટે કોંગ્રેસના કાઉન્સિલરે વિજિલન્સ કમિશનર સુધી રજૂઆત કરી હતી. બાદમાં મળેલી માહિતીમાં મેયરની ગ્રાન્ટમાંથી પતંગ, વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સ જેવી ખરીદીની વિગતો અપાઈ ન હતી.

આ જવાબમાં માસ્ક અને સેનિટાઈઝરની પણ વિગતો ન હતી. જોકે કોંગ્રેસને આપેલા જવાબમાં માસ્ક અને સેનિટાઈઝરની ખરીદી બાબતે તંત્ર ચૂપ રહ્યું હતું. જ્યારે એક આરટીઆઈ એક્ટિવિસ્ટે કરેલી અરજીમાં આ અંગેની વિગતો અપાઈ છે.

મેયરની ગ્રાન્ટમાંથી 7,23,104ના માસ્ક અને 10,65,333ના સેનિટાઈઝર ખરીદવામાં આવ્યા હતા. બે લીટીના આ જવાબમાં કયા ભાવે કેટલી ખરીદી થઈ તેની માહિતી નથી અપાઈ. ત્યારે ખરેખર મેયરની ગ્રાન્ટમાં કેટલો ખર્ચ થયો તેનો તાળો હજુ કોંગ્રેસ સહિત કોઈને મળતો નથી.

અન્ય સમાચારો પણ છે...