કાર્યવાહી:બુટાકિયા 9, આદરજમોટી 3, બોરીજમાંથી 5 સહિત જુગાર રમતાં 17 જુગારી પકડાયા

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અડાલજ પોલીસે ઝુ઼ંડાલ પાસેથી વરલી મટકાનો જુગાર રમતાં જુગારીને ઝડપી લીધો

ડભોડા પાસે આવેલા બુટાકીયા ગામમાંથી જુગાર રમતા 9 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. ગામમાં આવેલા ખેડૂતના ખેતરની પાસે ખુલ્લી જગ્યામાં જુગારનો અડ્ડો જમાવી બેઠેલા જુગારીઓ ઉપર પોલીસે રેડ કરતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે તમામ જુગારીઓને ઝડપી કાર્યવાહી કરી હતી. ઝુંડાલ પાસે વરલી મટકાનો જુગાર રમતા જુગારીને અડાલજ પોલીસે ઝડપી લીધો હતો. આદરજ મોટીના ચામુંડાપરા અને બોરીજમાંથી જુગારીઓ પકડાયા હતા.

મળતી માહિતી મુજબ ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એ.એ.વછેટાની ટીમ વિસ્તારમાં જુગાર, દારુની બદી ડામવા માટે પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ડભોડા પાસેના બુટાકીયા ગામની સીમમાં રહેતા કનુજી આતાજી સોલંકીના મકાન સામેની ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગારનો અડ્ડો જમાવી બેઠા છે. જેને લઇને પોલીસે રેઇડ કરી 9 જુગારીઓને ઝડપી લીધા હતા.

જેમા કમલેશ શકરાજી શનાજી ઠાકોર, નિકુલ ખોડાજી ઠાકોર (બંને રહે, રામાપીરવાળો વાસ, અમીયાપુર), રાજુ રમેશ ઠાકોર (રહે, મોટેરા), ધવલ બળદેવ ઠાકોર (રહે, મોટેરા), રાજેશ અમરસિંહ ઠાકોર (રહે, મોટેરા), શૈલેષ મહેશ સોલંકી (રહે, ચાંદખેડા), અંકિત ભૂપત ચૌહાણ (રહે, મોટેરા), ગોવિંદ સવજી વણઝારા (રહે,મોટેરા) અને કનુ આતા સોલંકી (રહે, બુટાકીયા, ડભોડા)ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓ પાસેથી દાવમા લગાવેલી રકમ સહિત 49770નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.

પેથાપુર પોલીસે આદરજ મોટી ગામના ચામુંડાપરામાંથી 3 જુગારીઓને જુગાર રમતા પકડી લીધા હતા. જેમા વિક્રમ પ્રહલાદ ઠાકોર, ભગા સવધાન ઠાકોર અને ટીના કાના ઠાકોર (તમામ રહે, આદરજમોટી) જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. તમામ જુગારીઓ પાસેથી રોકડ સહિત 7180નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. અડાલજ પોલીસે ઝુંડાલ ગામની સીમમા વરલી મટકાનો જુગાર રમતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસને બાતમી મળી હતી કે, ગામની સીમમા ખુલ્લી જગ્યામા એક શખ્સ નટવર આત્મારા ઠાકોર (રહે,ઝુંડાલ) પોતાની પાસે ડાયરીમાં આંકડા લખી રહ્યો હતો. જેને લઇને પોલીસે જુગારીને પકડી કાર્યવાહી કરી હતી.

સેક્ટર 21 પોલીસે બોરીજ પાસેથી પસારથતી સાબરમતિ નદીના પટમાં જુગાર રમતા 5 જુગારીઓને પકડ્યા હતા. જેમા રમણ ગુલાબ વણઝારા, પ્રવિણ ગુલાબ પેમાજી વણઝારા, રામા કાના પ્રભુ વણઝારા, નવઘણ ચેલા મોહન ઠાકોર અને સત્યેન્દ્ર રામ જમનારામ રામ (તમામ રહે, બોરીજ નવુ પરૂ, ગાંધીનગર)ને જુગાર રમતા પકડી લીધા હતા. જુગારીઓ પાસેથી દાવમા લગાવેલી રોકડ સહિત 4600નો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...