તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શેરથા પાસે ખોટી નંબર પ્લેટવાળી કારમાંથી 1.64 લાખનો દારૂ ઝડપાયો

ગાંધીનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસે કાર કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી
 • પોલીસે પકડાયેલા 4 આરોપી સામે ગુનો નોંધ્યો

અમદાવાદ-મહેસાણા હાઈવે પર શેરથા પાસે કારમાંથી 6 ફેબ્રુઆરીના રોજ 1.64 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપાયો હતો.જોકે તપાસ કરતા પકડાયેલી કારનો નંબર ખોટો નીકળ્યો હતો.અડાલજ પોલીસે તે સમયે મહેસાણા તરફ આવેલી GJ-01-RC-3663 નંબરની ઈનોવા ગાડી ઝડપી હતી જેમાંથી રાજસ્થાનના જયંતી મુલચંદ રોત (35 વર્ષ) તથા લોકેશ સુરેશજી મીણા (21 વર્ષ) ઝડપાયા હતા. કારની ડેકીમાં 45 પેટીઓમાં ભરેલા 2160 ટેટ્રાપેક મળી આવ્યા હતા. દારૂ અંગે પૂછતાં પકડાયેલા યુવકોએ માઉન્ટ આબુરોડ બ્રીજ નીચેથી વિનોદ સિંધી દુકાનમાંથી ભવરલાલ નામના શખ્સે દારૂ ભરી આપીને અમદાવાદ પહોંચીને ફોન કરવાનું કહ્યું હતું. જેને પગલે અડાલજ પોલીસે 1,64,160ની કિંમતનો દારૂ અને 5 લાખની ગાડી મળીને 6.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

કારના નંબરના આધારે માલિકની શોધખોળ કરતાં પોલીસ ચાંદખેડાના રહીશ પાસે પહોંચી હતી. જોકે તેઓની ગાડી તેમની પાસે જ મળી આવી હતી. જેને પગલે પોલીસે જપ્ત કરીને ગાડીનો નંબર ખોટો હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે દારૂની હેરાફેરીમાં સામેલ 4 શખ્સો સામે ખોટી નંબર પ્લેટ અંગે અલગથી ગુનો નોંધ્યો છે. પોલીસે આ અંગે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો