તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ફિરોજપુર પાસે અકસ્માતમાં 16 વર્ષની સગીરાનું મોત

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાડી ચલાવતા પિતા સામે ગુનો નોંધ્યો

ગાંધીનગર તાલુકાના ફિરોજપુર પાસે ગિફ્ટી સિટી બ્રીજ પર અકસ્માતમાં એક સગીરાનું મોત થયું છે. ઓઢવ મુનેશ્વર સોસાયટી ખાતે રહેતો પરિવાર લગ્ન પ્રસંગ માટે વતન મધ્ય પ્રદેશ લગ્ન પ્રસંગ માટે જવા નીકળ્યો હતો તે સમયે આ અકસ્માત થયો હતો. અજયસિંહ રવિન્દ્રસિંહ તોમર (28 વર્ષ)એ આ અંગે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ ઓઢવ ખાતે મોટાભાઈ અનુપસિંહ, ભાભી વિભાદેવી અને 16 વર્ષીય ભત્રીજી અનુષ્કા સાથે રહે છે. સવારે પાંચ વાગ્યાના સુમારે આખો પરિવાર પોતાની ગાડીમાં વતન મધ્યપ્રદેશ જવા માટે નીકળ્યો હતો. ચિલોડાથી નેશનલ હાઈવે નં-8 પર હિંમતનગર તરફ જતાં ફિરોજપુર પાટીયા પાસે બ્રીજનું કામ ચાલું છે. ત્યારે સવારે સાત વાગ્યાના સુમારે પરિવાર અહીં પહોંચ્યા ત્યારે ગાડી ચલાવી રહેલાં અનુપસિંહે ડાયવર્જનની સાઈડમાં આવેલી ખુલ્લી જગ્યામાંથી બ્રીજ પર ગાડી પુર ઝડપે ચઢાવી દીધી હતી.

થોડા આગળ જતા બ્રીજ પર આરસીસી રોડના જોઈન્ટના વચ્ચેના ખાડામાં ગાડી ભટકાઈને અટકી ગઈ હતી. આ સમયે ગાડીમાં બેઠેલી અનુષ્કાને નાકામાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને બેભાન થઈ ગઈ હતી. જેને પગલે પરિવારે તેને તાત્કાલિક 108 મારફતે ગાંધીનગર સિવિલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટર્સે તેને મૃત જાહેર કરી હતી. જ્યારે પરિવારના અન્ય સભ્યોને નાની મોટી ઈજાઓ પહોચી હતી. ડભોડા પોલીસે સગીરાના મોતને પગલે ગાડી ચલાવતા તેના પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાડીમાં બેઠેલી અનુષ્કાને નાકામાંથી લોહી નીકળતા બેભાન થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો