તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા પંચાયતની કુલ 28 સીટોની ચૂંટણીમાં મેદાનમાં ઉતરેલા કોંગ્રેસના 28માંથી 16 ઉમેદવારો કોલેજનું પગથીયું ચડ્યા નથી. જ્યારે 1 સ્નાતક, 1 અનુસ્નાતક, 2 એલએલબીની તેમજ 1 પીટીસીની લાયકાત ધરાવતા હોવાનું ઉમેદવારી ફોર્મમાં કરેલા એફિડેવીટમાં ઉલ્લેખ કરાયો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાઇ ગયા છે. ત્યારે ચૂંટણી જંગમાં જંપલાવનાર ઉમેદવારોએ ફોર્મની સાથે એફિડેટીવ રજૂ કર્યું છે. જેમાં કરાયેલા ઉલ્લેખ મુજબ, જિલ્લા પંચાયતની કુલ 28 સીટો માટે ઉમેદવારી નોંધાવનાર કોંગ્રેસના 28 ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત ચોંકાવનારી બહાર આવી છે. જેમાં કુલ 16 ઉમેદવારોએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મેળવ્યું છે. જ્યારે 5 ઉમેદવારોએ કોલેજનું શિક્ષણ મેળવ્યું છે. જેમાં 1 સ્નાતક, 1 અનુુસ્નાતક, 2 કાયદા સ્નાતકનું શિક્ષણ મેળવ્યું છે. કોંગ્રેસના 16 ઉમેદવારોમાં ભલે શિક્ષણ ઓછું હોય પરંતુ મતદારોને રીઝવવાના શિક્ષણમાં ખરા ઉતરે છે કે નહીં તે તો મતગણતરીના દિવસે જ ખબર પડશે.
8 ઉમેદવાર કરોડપતિ, સરઢવના ઉમેદવાર 17 કરોડના આસામી
કોંગ્રેસના કુલ 28માંથી 8 ઉમેદવારો કરોડપતિ હોવાનું એફિડેવિટ પરથી લાગી રહ્યું છે. જેમાં ઉમેદવાર તેમજ તેમના પતિ કે પત્ની તેમજ સંતાનો સહિતની સ્થાવર અને જંગમ મિલ્કત કરોડથી વધી જાય છે. જેમાં સરઢવના ઉમેદવારની 17 કરોડ, સોજાના ઉમેદવારની 8 કરોડ, અડાલજના ઉમેદવારની 3.50 કરોડ, પલીયડના ઉમેદવારની 2 કરોડ, ભોંયણમોટીના ઉમેદવારની 1.20 મિલકત ધરાવે છે. જ્યારે છાલા, ઇટાદરા અને સાદરાના ઉમેદવારોની મિલકત 1 કરોડથી વધુ ધરાવે છે.
2 ઉમેદવારોની સામે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે
સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર કોંંગ્રેસના ભોંયણમોટી અને બોરીસણા બેઠકના ઉમેદવારોની સામે કોર્ટ કેસ ચાલી રહ્યો હોવાનો ઉલ્લેખ એફિડેવીટમાં કર્યો છે.
6 ઉમેદવારોએ એફિડેવિટમાં આવક દર્શાવી જ નથી
જિલ્લા પંચાયતની ચૂંટણીમાં દાવેદારી કરનાર કોંગ્રેસના 6 ઉમેદવારોએ ફોર્મની સાથે એફિડેવીટ રજૂ કર્યું છે. પરંતુ આવક સહિતની કોઇ જ વિગતો દર્શાવી નથી.
સોજા બેઠકના ઉમેદવાર પિસ્તોલ ધરાવે છે
જિલ્લા પંચાયતની સોજા બેઠકના ઉમેદવાર પાસે લાયન્સવાળી 32 બોરની પિસ્તોલ ધરાવે છે. ઉપરાંત લાયસન્સવાળી 12 બોરની ડબલ બેરલ બંદુક પણ ધરાવતા હોવાનુંં એફિડેવીટમાં ઉલ્લેખ કર્યો છે.
વયજૂથ મુજબ ઉમેદવારો
કોંગ્રેસના ઉમેદવારોમાંથી 61 વર્ષથી વધુ ઉંમરના 2, 55થી 60 વર્ષના 3, 51થી 55 વર્ષના 5, 46થી 50 વર્ષના 2, 41થી 45 વર્ષના 5, 36થી 40 વર્ષના 4, 31થી 35 વર્ષના 4, 26થી 30 વર્ષના 1 અને 21થી 25 વર્ષના 1 ઉમેદવારે મેદાનમાં ઝંપલાવ્યું છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.