તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોનાના નવા 16 કેસ, દહેગામના વૃદ્ધનું મોત; વધુ 18 દર્દી સાજા થયા

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલ મૃત્યુઆંક 588 પર પહોંચ્યો
  • એક દર્દી હોસ્પિટલમાં,15 લોકો ઘરમાં રહીને સારવાર લેશે

જિલ્લાના વધુ 16 લોકો સંક્રમિત થતાં કોરોનાનો કુલ આંકડો 7726એ પહોંચ્યો છે. જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન દહેગામના 90 વર્ષીય વૃદ્ધના મોતથી કુલ મૃતાંક 588એ પહોંચ્યો છે. સારવારને અંતે 18 દર્દી સાજા થતાં 6900 વ્યક્તિ કોરોનામુક્ત થઇ છે. જ્યારે બુધવારે કોરોનાથી સંક્રમિત 16 વ્યક્તિઓમાંથી 1 વ્યક્તિએ હોસ્પિટલમાં અને 15 વ્યક્તિએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. સંક્રમિતોમાં કોન્ટ્રાક્ટર, ડીવાએસઓ, વિદ્યાર્થી, ગૃહિણી, ખેડૂતનો સમાવેશ થાય છે. મનપા વિસ્તારમાંથી 8, ગાંધીનગર તાલુકામાંથી 7 અને માણસામાંથી 1 કેસ નોંધાયો છે.

મનપા વિસ્તારના નવા 8 કેસમાં સેક્ટર-26માંથી 54 વર્ષીય કોન્ટ્રાક્ટર, 14 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર-7માંથી 72 વર્ષીય વૃદ્ધ, 32 વર્ષીય ડીવાયએસઓ, સેક્ટર-22ની 52 વર્ષીય ગૃહિણી, સેક્ટર-28ની 58 વર્ષીય મહિલા, સેક્ટર-8ની 31 વર્ષીય મહિલા એડિટર, સેક્ટર-12ની 72 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે. કોરોનાગ્રસ્તના સંપર્કવાળા 28 લોકને કોરન્ટાઇન કરી છે. તાલુકાના 7 કેસમાં વાવોલમાં 58 વર્ષીય ગૃહિણી, 25 વર્ષીય યુવતી, કુડાસણમાં 23 વર્ષીય યુવતી, 60 વર્ષીય વૃદ્ધ, સુઘડની 37 વર્ષીય મહિલા, સરગાસણનો 19 વર્ષીય વિદ્યાર્થી, ઉવારસદનો વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો છે. હાલમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી ગયા હોવાથી આરોગ્ય તંત્ર અને લોકોએ રાહત અનુભવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser