ખોરજ ગામની સીમ વિસ્તારમા આવેલા ફેમસ ઓટો ઇલેક્ટ્રીક વર્કસના કંપાઉન્ડમાં પાર્ક કરવામા આવેલી ફોરર્ચ્યુનર કારમાંથી 16.18 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. અડાલજ પોલીસે સતત બીજા દિવસે તેના વિસ્તારમાંથી 10 લાખ કરતા વધારેની કિંમતનો દારુ પકડ્યો હતો. દારૂ રાખનાર સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
અડાલજ પોલીસ મથકના પીઆઇ ડી.બી.વાળાની ટીમ દ્વારા દારૂની બદીને નાબુદ કામગીરી હાથ ધરી છે, તેમા છેલ્લા બે દિવસમા 10 લાખ કરતા વધારે કિંમતનો વિદેશી દારૂ ઝડપ્યો છે. મંગળવારે ઉવારસદ વિસ્તારમાંથી દૂધના વાહનમાંથી દારૂનો મોટો જથ્થો પકડ્યો હતો. જ્યારે બુધવારે ટીમને બાતમી મળતા ખોરજમા આવેલા શર્મા એન્જિનિયરીંગની બાજુમા આવેલા ફેમસ ઓટો ઇલેક્ટ્રીક વર્કસના કંપાઉન્ડમાં આવેલી દુકાન સામે પાર્ક ફોરચ્યુનર કાર નંબર જીજે 08 એઇ 5115માંથી 4884 બોટલ કિંમત 16,18,680નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે દારુ અને કાર મળી 26,18,680નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબીશનની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. કારમાંથી એક આરસી બુક મળી હતી, જેમા બનાસકાંઠાના ડીસાનો રહેવાસી માલિક હોવાનુ સામે આવ્યુ છે. જોકે, પોલીસ તે દિશામા તપાસ કરી રહી છેકે, કારને વેચાણ આપવામા આવી છેકે, મૂળ માલિકની છે. તે ઉપરાંત ગોડાઉનના માલિકની પણ તપાસ કરવામા આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.