તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતમાં કોરોનાનની રસીના ડ્રાયરન બાદ હવે રાજ્ય રસીકરણ માટે સુસજ્જ છે. 28 અને 29મીની ડ્રાયરન બાદ રસીકરણ માટે માટે વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ગુજરાતમાં એક કેન્દ્ર પર દરરોજ 100 લોકોને રસી મળી રહે તેવી રીતે દરરોજ 16 લાખ લોકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેન માટે 16 લાખ સ્વાસ્થ્ય કર્મીઓને રસી આપવા તાલીમબદ્ધ કરાયા છે તેમજ રસીકરણ પ્રક્રિયાના નિરીક્ષણ અને વિશ્લેષણ માટે ચાર નિષ્ણાત તબીબોની ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.
નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે
રસી આપવા માટે લાભાર્થીઓના મોડયુલ પણ તૈયાર કરી દેવાયા છે આ માટે નાગરિકોએ એડવાન્સ રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. આ રસીનો ડોઝ અઠયાવીસ દિવસમાં બે વખત 14 દિવસના અંતરે લેવાનો રહેશે. રસી લીધા બાદ પણ કોરોના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે જેમાં માસ્ક પહેરવો, સેનિટાઈઝરોનો ઉપયોગ તથા યોગ્ય સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનુ રહેશે. આ માટે નાગરિકોનો પૂરતો સહયોગ મળે એ અત્યંત જરૂરી છે.આ રસીકરણ માટે રાજયમાં 16 હજાર વેકસીનેટરને તાલીમ બદ્ધ કરી દેવાયા છે.
એક સેન્ટર પરથી એક દિવસમાં 100 લોકોને રસી અપાશે
એક સેન્ટર પરથી એક દિવસમાં 100 લોકોને રસી અપાશે. રોજના 16 લાખ લોકોને રસી આપી શકાય એવું આયોજન કરાયું છે. રસીકરણ પ્રોગ્રામના અમલીકરણ પહેલાં રસીકરણની જુદી-જુદી પ્રક્રિયા માટે ડ્રાય રન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે દેશના ચાર રાજ્યોની પસંદગી કરવામાં આવી છે, જેમાં ગુજરાતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગાંધીનગર શહેર અને જિલ્લામાં તથા રાજકોટ શહેર અને જિલ્લામાં ડ્રાય રન યોજાઈ રહ્યું છે. આ બંને જિલ્લાઓમાં વેક્સિનેશન માટે 19 સેશન સાઇટ નક્કી કરવામાં આવી છે. રાજ્યમાં વેક્સિનના સ્ટોરેજ માટે ઝોન કક્ષાના છ વેક્સિન સ્ટોર, જિલ્લા અને કોર્પોરેશન કક્ષાએ 41 સ્ટોર તથા 2189 કાલ્ડ ચેઈન પોઇન્ટ હાલની પરિસ્થિતિએ ઉપલબ્ધ છે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.