હિન્દુ શાસ્ત્રોમાં કરાયેલા 16 સંસ્કારોમાંથી ત્રીજા ક્રમે સિમંતોનયનના સંસ્કાર ગણવામાં આવ્યા છે. ત્યારે 16 યુગલોને સિમંતોનયનના સંસ્કાર વિધિવિધાન મુજબ યુનિવર્સિટીમાં મફત કરવામાં આવ્યા હોય તેવી પ્રથમ ઘટના ગાંધીનગરની ચિલ્ડ્રન યુનિવર્સિટી ખાતે બની છે. સગર્ભા બહેનો અને ગર્ભસ્થ શિશુનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે તે હેતુથી વૈદિક વિધિવિધાન સાથે સીંમતોનયન સંસ્કારની વિધીનો ઉલ્લેખ હિન્દુશાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે. જેમાં સીંમતોનયનના સંસ્કારને 16 સંસ્કારોમાંથી ત્રીજા સ્થાને આવે છે.
જોકે નગરના સેક્ટર-20માં આવેલી ચિલ્ડ્રન યુનિવર્સિટીના પ્રિ-નેટલ કેર એજ્યુકેશન વિભાગ દ્વારા સગર્ભા બહેનોને ગર્ભસંસ્કારનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. જેનાથી શિશુનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેવું જોઇએ તે માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીનું પ્રથમ કાર્ય છે. આથી યુનિવર્સિટી ખાતે ગર્ભાવસ્થાવાળી 16 બહેનોના સીમંતોનયન સંસ્કારનો મફત કાર્યક્રમ ગુરૂવારે યુનિવર્સિટીના કેમ્પસ ખાતે યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ હર્ષદભાઇ શાહે જણાવ્યું છે કે બાળકના ભાવવિશ્વ સમજણ અને શિક્ષણ આપવાનું કામ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આપણે 16 સંસ્કારની વાતો કરીએ છીએ પરંતુ તેને જીવનમાં ઉતારતા નથી. વર્તમાન સમયમાં માનવીના જીવનમાં જે પણ પ્રશ્નો કે સમસ્યાઓ વગેરે આપણી જીવનશૈલી અને સંસ્કારોના અભાવના કારણે થાય છે.
આ બધા પ્રશ્નોના નિરાકરણ માટે ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી સ્થાપના કરવામાં આવી છે. બાળ કેળવણીનો સંપુર્ણ આધાર માતા-પિતાનો છે. આથી જ્યારથી એક દંપતી બાળકને લાવવાનો વિચાર કરે છે. ત્યારથી જ બાળક દિવ્ય બનાવવા માટેનું આયોજન થવું જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.