તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રણાસણથી 155 લીટર દારૂ અને 1600 લીટર વોશ ઝબ્બે

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આરોપી જયદીપસિંહ મળી આવ્યો ન હતો

રણાસણ ગામની સીમમાં ખેતરમાંથી દેશીદારૂ ગાળવાની પ્રવૃતિ પર એલસીબીએ દરોડો પાડ્યા હતો. જેમાં દારૂ ગાળવાની પ્રવૃતિ કરતો જયદીપસિંહ રાજુસિંહ ગોહીલ મળી આવ્યો ન હતો. પરંતુ ખેતરમાં બનેલા છાપરની અંદર ચાર કેરબા મળી આવ્યા હતા. જેમાંથી 155 લીટર દેશી દારૂ હતો. તો છાપરાની નજીકમાં જમીનમાં દાટેલા 8 પીપ મળી આવ્યા હતા. જેમાં 1600 લીટર દારૂ ગાળવાનો વોશ હતો. જેને પગલે પોલીસે તેનો સ્થળ પર નાશ કરીને આરોપી જયદીપસિંહ રાજુસિંહ ગોહીલ સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. બીજી તરફ ચિલોડા પોલીસે પાલજ ગામના દંતાણી વાસમાં રેડ કરી હતી. જેમાં કાળુ મનુભાઈ દંતાણી નામના શખ્સના ઘરેથી 17 લીટર દેશદારૂ ઝડપાયો હતો. ત્યારબાદ પોલીસે 340ની કિંમતના દેશીદારૂ જપ્ત કરીને કાર્યવાહી કરી હતી.

ઈન્ફોસિટી પોલીસે ધોળાકુવાના પરાવાળાવાસમાં ભાવનાબેન વિનોદજી ઠાકોરના ઘરે રેડ કરી હતી. જેમાં મહિલા ઘરે મળી ન હતી પરંતુ બાથરૂમના ખુણામાં પ્લાસ્ટિકના કેરબામાંથી 50 લીટર વોશ મળી આવ્યો હતો. જેને પગલે પોલીસે મહિલા સામે પ્રોહી એક્ટ મુજબ ગુનો નોંધીને શોધખોળ આદરી હતી. આંબલીવાસ ખાતેથી પોલીસે 50 લીટર વોશ ઝડપી પાડ્યો હતો. પોલીસે બાતમીના આધારે એક ઘરે રેડ કરતાં દિપક દલસુખભાઈ દંતાણી મળી આવ્યો હતો. જેને સાથે રાખીને તપાસ કરતાં કાચ છાપરાની આગળ ખુલ્લી જગ્યામાં એક પીપમાં 50 લીટર વોશ મળ્યો હતો.પોલીસે સેમ્પલ લઈ વોશનો નાશ કરી યુવક સામે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો