દેશમાં કુપોષણનો દર સરેરાશ 35 ટકા:2 વર્ષમાં 1517 કરોડનો ખર્ચ કર્યો, છતાં 23 હજાર બાળક કુપોષિત

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દેશનો કુપોષિત દર 35 %, જ્યારે ગુજરાતનો 39.5 %: કોંગ્રેસ
  • દાહોદમાં​​​​​​​ સૌથી વધુ18 હજાર, અમદાવાદમાં 2236 કુપોષિત

રાજ્યમાંથી કુપોષણ હટાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ વર્ષ 2021 અને 2022માં રૂ. 1517 કરોડનો ખર્ચ રાજ્ય સરકારે કર્યા પછી પણ રાજ્યના 4 જિલ્લામાં 31 ડિસેમ્બર,2022ની સ્થિતિએ 23,380 હજાર બાળકો કુપોષિત છે. આ કુપોષણ માટે કોણ જવાબદાર તેવો વિધાનસભા બહાર પ્રશ્ન કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, સમગ્ર દેશમાં કુપોષણનો દર સરેરાશ 35 ટકા છે,તેના કરતા ગુજરાતમાં વધારે 39.5 ટકા છે.

ધારાસભ્યોના જવાબમાં સરકારે કહ્યું હતું કે, ગુજરાતના ડાંગ જિલ્લામાં 575, નર્મદા જિલ્લામાં 2243, અમદાવાદમાં 2236 અને દાહોદમાં 18326 બાળકો મળીને કુલ 4 જિલ્લામાં 23,380 બાળકો કુપોષિત છે. વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતા અને ધારાસભ્ય મોઢવાડિયાએ કહ્યુંં કે, કુપોષણને દૂર કરવા માટે સરકારે વર્ષ 2021માં 903.53 કરોડ અને વર્ષ 2022માં 614.28 કરોડ મળીને કુલ રૂ.1517.81 કરોડનો પોષણક્ષમ પ્રિમિક્સ આપ્યું છે.

આમ છતા કુપોષણનો દર સુધર્યો નથી કે, તેના નોંધનીય પરિણામ મળ્યા નથી. ભાજપના 27 વર્ષના શાસનમાં કુપોષણ ઘટવાને બદલે સતત વધારો થઇ રહ્યો છે,14 ટ્રાયબલ જિલ્લામાં 60 ટકાના દરે કુપોષણ છે. રાજ્ય સરકારે કુપોષણ દૂર કરવાના વિવિધ પગલામાં પેકેટે્સ,આંગણવાડીમાં ગરમ નાસ્તો અને બપોરનું ભોજન, ફળ, ફલેવર્ડ દૂધ,ર્ફોટિફાઇડ તેલ, અપાય છે તેવી સ્પષ્ટતા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...