શિક્ષાત્મક પગલા:કુડાસણમાં કચરાનો યોગ્ય નિકાલ ન કરતા 15 વેપારીને 25 હજાર દંડ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદકી કરતાં 4 પાસેથી 800, પ્લાસ્ટિકનો યુઝ કરતાં 3 પાસેથી 1500 વસૂલાયા

કુડાસણ વિસ્તારમાં ગંદકી કરતાં 15 વેપારીઓને મનપા દ્વારા 25 હજારનો દંડ ફટકારાયો હતો. કુડાસણ વિસ્તારમાં કોમર્શિયલ વિસ્તારમાં ગંદકી કરતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ તથા નોન સેગ્રિગેશન અને કચરાનો અયોગ્ય નિકાલ કરવા બદલ સેનિટેશન સ્ટાફ દ્વારા દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મનપા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 15 વેપારી પાસેથી રૂપિયા 25,300નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. અગાઉ પણ આ વિસ્તારમાં આ પ્રકારની પ્રવૃત્તિ માટે સેનિટેશન સ્ટાફ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, તેમ છતા આ ઇસમોએ ગંદકી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ચાલું રાખ્યો હતો તથા કચરાનો અયોગ્ય નિકાલ કરવાનું શરૂ રાખ્યું હતું. જેથી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.

વાંરવાર ગંદકી કરતા લોકો સામે કડક પગલાં લેવા માટે મ્યુનિસિપલ કમિશનર ડૉ. ધવલ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જે અંતર્ગત સેનિટેશન વિભાગની ટીમે કાર્યવાહી હાથધરી હતી. જેમાં કચરાનો અયોગ્ય નિકાલ કરનારા 8 વેપારી પાસેથી 23,000 રૂપિયા દંડ સ્વરૂપે વસુલવામાં આવ્યા. જ્યારે ગંદકી કરતા 4 લોકો પાસેથી 800 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ કરનારા 3 ઇસમો પાસેથી 1500 રૂપિયા દંડ સ્વરૂપે વસૂલવામાં આવ્યા હતા. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, ગંદકી કે કચરાનો અયોગ્ય નિકાલ કરનારા શખ્સો સામે આગળ પણ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...