તોલમાપ વિભાગની કાર્યવાહી:MRP કરતાં વધુ પૈસા લેવા બદલ હાઈવે પરની 69 હોટેલને 1.5 લાખ દંડ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદો પહોંચતા તોલમાપની કાર્યવાહી
  • આ હોટેલોનેે બ્લેક લિસ્ટ કરવા ST નિગમને ભલામણ થશે

એસટી બસોના સ્ટોપેજ માટે નિયત કરેલી હાઇવે હોટેલો મુસાફરો અને અન્ય ગ્રાહકોની મજબૂરીનો લાભ ઉઠાવીને ખાદ્ય પદાર્થો અને પેકેજિંગ આઇટમોમાં એમઆરપીથી વધુ રૂપિયા પડાવતી હતી. આ અંગેની ફરિયાદો છેક મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યા બાદ તોલમાપ તંત્રના અધિકારીઓએ ગ્રાહક બની રાજ્યભરની હાઇવે હોટેલોમાં ચેકિંગ કરીને 69 હોટેલો સામે કાર્યવાહી કરતાં દોઢ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

એસટી બસના દરેક રૂટમાં બસના સ્ટોપેજ માટેની હોટેલો નિયત કરવામાં આવી છે જે મુજબ એસટીની બસોએ તે જ સ્થળે ઉભા રહેવાનું થાય છે. જેથી મુસાફરોએ નાછૂટકે એ જ હોટેલમાં ભોજન અને ચા-નાસ્તો કરવા પડે છે. આ મોનોપોલીનો ફાયદો ઉઠાવીને હોટેલો દ્વારા પાણીની બોટલથી લઇને વેફર- ચવાણા સહિતના નાસ્તા અને અન્ય પેકેજ્ડ ખાદ્ય સામગ્રીમાં દર્શાવેલી એમઆરપીથી વધારે રૂપિયા વસૂલવામાં આવે છે. તોલમાપ તંત્ર દ્વારા આ તમામ હોટેલોની યાદી તૈયાર કરી છે જે એસટી નિગમને મોકલી છેતરપિંડી કરવા બદલ એ હોટેલોને બ્લેકલિસ્ટ કરવા માટે ભલામણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...