તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગાંધીનગરનાં સરઢવ ગ્રામ પંચાયતનાં ડેપ્યુટી સરપંચ સહિત 15 જુગારીઓ રંગેહાથ ઝડપાયા

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પેથાપુર પોલીસે બે સ્થળોએ રેડ કરી જુગારીઓ પાસેથી કુલ રૂ. 69 હજાર 600 નો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગરના સરઢવ ગામે બે સ્થળોએ પેથાપુર પોલીસ દ્વારા રેડ કરીને સરઢવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જીતેન્દ્ર કાંતિલાલ પટેલ સહિત 15 જુગારીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય મળી કુલ રૂ. 69 હજાર 600 નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી કરવામા આવી છે.

ગાંધીનગરનાં સરઢવ ગામમાં બે સ્થળોએ જુગાર ધામ ચાલતું હોવાની બાતમી મળતાં પેથાપુર પોલીસ મથકના ફોજદાર આર. બી પરમારની સૂચનાથી સ્ટાફના માણસોએ સરઢવ ગામે લીંબડીવાળા વાસમાં કૌશલ વિષ્ણુભાઈ પટેલના બંધ મકાનના બીજા માળે રેડ કરી હતી.

આ રેડ દરમિયાન સરઢવ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ જીતેન્દ્ર કાંતિલાલ પટેલ તેમજ કમલેશ જગદીશભાઈ પટેલ નિલય ભરતભાઈ પટેલ, રાજેન્દ્ર રમેશભાઈ પટેલ, કાર્તિક ભરતભાઈ પટેલ, જીગ્નેશ મહેન્દ્રભાઈ પટેલ, અજય શકરાભાઈ પટેલ, દર્શન નરેશભાઈ પટેલ, વિરાજ રાજેન્દ્ર પટેલ અને દીપેન સિરાજભાઈ પટેલને ગંજી પાનાનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ કુલ. રૂ. 53 હજાર 900 નો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો.

તદુપરાંત સરઢવ ગામમાં જાંબોરૂ નામથી ઓળખાતા ખરાબાની જગ્યામાં પણ પોલીસે રેડ કરીને કમલેશ કનુજી ઠાકોર, બીપીન રમણલાલ પટેલ, રમેશ બબલદાસ પટેલ, કમલેશ શાકાભાઈ પટેલ અને દશરથ બેચરભાઈ પટેલને જુગાર રમતા ઝડપી લઈ કુલ રૂ. 15 હજાર 700 નો મુદ્દામાલ જપ્ત કરવામા આવ્યો હતો. આમ પેથાપુર પોલીસે સરઢવ ગામમાં ડેપ્યુટી સરપંચ સહિત 15 જુગારીઓ ઝડપી લઈ કુલ રૂ. 69 હજાર 600 નો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...