તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભાટ ખાતે રાધે કુટીર બંગ્લોઝ ખાતે 1.45 લાખની મતાની ઘરફોડ થઈ છે. શિયાળાની મીંઠી નિંદર માણી રહેલો પરિવાર ઘરમાં જ હતો તે સમયે આ ચોરી થઈ હતી. જેમાં ઘરના ઉપરના માળે આવેલી બારીના સ્ક્રૂ ખોલીને ઘૂસેલા તસ્કરો 25 હજાર રોકડા અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.45 લાખની મત્તા લઈ છૂ થઈ ગયા હતા. મૂળ મહેસાણાના અતિશકુમાર રમેશચંદ્ર પટેલ ભાટ રાધે કુટીરમાં 28 નંબરના બંગોલઝમાં રહે છે. કઠવાડા જીઆઈડીસીમાં ફેક્ટરી ધરાવે છે. તેઓ એક મહિના પહેલાં જ પત્ની અને સાત વર્ષના બે સંતોના સાથે અહીં રહેવા આવ્યા હતા. સવારે સાડા સાત વાગ્યાના સુમારે અતિશભાઈના પત્ની ઉઠ્યા ત્યારે ઉપરના માળનો પાછળનો દરવાજો ખુલ્લો હતો.
જેને પગલે તેઓએ તપાસ કરતાં ઉપરના માળે રસોડાની બારીના સ્ક્રુ ખુલેલા હતા. તેઓએ ઘરમાં તપાસ કરતાં નીચેના રૂમમાં પડેલી લાકડાનું કબાટ ખુલ્લું હતું અને સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. જેમાં પડેલું લેડિસ પર્સ ગુમ હતું, પર્સમાં 25 હજાર રોકડા, તેમની પત્નીનું પાનકાર્ડ, આધારકાર્ડ, બે ક્રેડીડ કાર્ડ હતા. આ ઉપરાંત કબાટમાંથી 62 હજારનું સવા તોલાનું મંગળસુત્ર, 50 હજારની બે સોનાની વીંટી, 3 હજારનું બ્રેસ્લેટ, 5 હજારની કિંમતની બગસરાની વસ્તુઓ મળી કુલ 1.45 લાખની મત્તા ગુમ હતી. ઘટના અંગે જાણ કરતાં અડાલજ પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
CCTVથી સંતાઈ પાછલા રસ્તે આવ્યા
મળેલી માહિતી પ્રમાણે અંદાજે 30 બંગલોની આ નવી સ્કીમમાં પણ હાલ ત્રણ પરિવાર જ રહેવા આવ્યા છે. સોસાયટીના ગેટ અને આગળના વિસ્તારમાં સીસીટીવી છે પરંતુ તસ્કરો તેમાં દેખાયા નથી. જેને પગલે તસ્કરોએ પાછળના રસ્તેથી સીસીટીવીથી બચીને આવ્યા હોવાનું કહેવાય છે. જેને પગલે તસ્કરો આ વિસ્તારને સારી રીતે જાણતા હોવાનું અથવા ચોરી પહેલાં રેકી કરી હોવાની શંકા છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.