વિધાનસભા-2022:ગાંધીનગર વિધાનસભાની ત્રણ બેઠકો ઉપર આજે 14 ઉમેદવારી પત્રો ભરાયા, સૌથી વધુ દહેગામમાં 7 ફોર્મ ભરાયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર જિલ્લામાં સમાવિષ્ટ પાંચ વિઘાનસભા મતદાર વિભાગમાં આજે તા. 14મી નવેમ્બરના રોજ કુલ- 67 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું છે. ત્યારે આજના દિને 14 ઉમેદવારી પત્રો જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગમાં ભરાયા છે. ગાંધીનગર(દ) અને માણસા વિઘાનસભા મતદાર વિભાગમાં આજદિન સુઘી કોઇપણ ઉમેદવારે ઉમેદવારી નોંઘાવી નથી.

ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા મતદાર વિભાગમાં આજે ઉમેદવારી પત્ર વિતરણ અને ભરીને પરત આપવાના ચોથા દિવસે કુલ- 67 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું. જેમાં દહેગામમાં 10, ગાંધીનગર(દ)માં 15, ગાંધીનગર(ઉ)માં 9, માણસામાં 21 અને કલોલમાં 12 ઉમેદવારી પત્રોનું વિતરણ થયું હતું.

ગાંધીનગર જિલ્લાની પાંચ વિઘાનસભા બેઠકો માટે આજના દિનમાં કુલ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંઘાવી છે. જેમાં દહેગામ વિઘાનસભા મતદાર વિભાગમાં સૌથી વઘુ 7 ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી પત્રો ભરીને પરત કર્યા છે. તેની સાથે આજના દિવસમાં ગાંધીનગર(ઉ) વિઘાનસભા મતદાર વિભાગમાં બે અને કલોલ વિઘાનસભા મતદાર વિભાગમાં પાંચ ઉમેદવારી પત્રો ભરીને પરત આવ્યા છે. ગાંધીનગર(દ) અને માણસા વિઘાનસભા મતદાર વિભાગમાં આજદિન સુઘીમાં એકપણ વ્યક્તિ દ્વારા પોતાની ઉમેદવારી નોઘાવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...