તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:14 દિવસ બાદ કોરોના કેસ ડબલ ડિજિટમાં, 10 કેસ, એકેય દર્દીનું મોત ન થતાં રાહત

ગાંધીનગર22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વધુ 6 લોકો સાજા થતાં કુલ આંક 7262

જિલ્લામાં નવા 10 કોરોનાના કેસ સાથે કુલ આંકડો 8048 થયો છે. પરંતુ છેલ્લા 14 દિવસ બાદ ફરીથી કોરોના પોઝિટિવ કેસનો આંકડો ડબલ ડિઝીટમાં આવ્યો છે. આથી લગ્નસીઝન અને ચુંટણીના મેળાવડામાં કોરોનાની ગાઇડ લાઇનના અભાવ હોય તેમ લાગી રહ્યું છે. આથી લોકોએ થોડીક કાળજી રાખીએ કોરોનાના કેસની ભરતી આવે નહી.

જ્યારે સોમવારે વધુ 6 દર્દીઓ સાજા થયા તો સામે પક્ષે સંક્રમિત 10માંથી માત્ર 1 દર્દીને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. જ્યારે 9 દર્દીઓએ હોમ આઇસોલેશન સારવાર પસંદ કરી છે. સૌથી સારી બાબત એ છે કે છેલ્લા 13 દિવસથી કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીનું મોત થયું નથી. સંક્રમિતોમાં વિદ્યાર્થી, ક્લાર્ક, બિઝનેશ, ગૃહિણી સહિતનો સમાવેશ થાય છે.

મનપા વિસ્તારમાંથી નવા 5 કેસમાં સેક્ટર-17ની 30 વર્ષીય ગૃહિણી, સેક્ટર-29ની 34 વર્ષીય મહિલા ક્લાર્ક, સેક્ટર-7ની 60 વર્ષીય ગૃહિણી, સેક્ટર-3ની 22 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-8ના 32 વર્ષીય વેપારી સંક્રમિત થયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 17 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. જ્યારે જિલ્લાના ગાંધીનગર તાલુકામાંથી નવા 3 કેસમાં રાદેસણમાંથી 40 વર્ષીય મહિલા, 65 વર્ષીય વૃદ્ધ, રાયસણની 36 વર્ષીય યુવતી કોરોનામાં સપડાઇ છે. જ્યારે માણસા તાલુકાના બે કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 22 વર્ષીય વિદ્યાર્થી, ઇશ્વરપુરાનો 23 વર્ષીય વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો