રાંધેજા ગામમા આવેલા માંડવી ચકલા પાસેથી જુગાર રમતા 14 જુગારીને પોલીસે ઝડપી લીધા હતા. પેથાપુર પોલીસની ટીમ રાંધેજા ચોકડી પાસે આવેલી ચોકીમા હાજર હતી. તે દરમિયાન બાતમી મળતા રેઇડ કરાઈ હતી. જેને લઇને પોલીસે સ્થળ ઉપર પહોંચી 14 જુગારીઓને 29 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇને કાર્યવાહી હાથ ધરી હતી.
પેથાપુર પોલીસને બાતમી મળી હતી કે, રાંધેજા ગામમા આવેલા માંડવી ચકલા પાસે કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેને લઇને પોલીસે રેઇડ કરતા 14 લોકોનો જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. જેમા પુનમ વરવા રાવળ (રહે, કોલવડા, ગાંધીનગર), આરીફસા અકબરસા દિવાન (રહે,સેક્ટર 25, વિવેકાનંદનગર), રણજીત છના ઠાકોર (રહે, પેથાપુર), ભરત ગાંડા ઠાકોર, ગાભા જોઇતા ઠાકોર, રમેશ જીવણ ઠાકોર, મહેશ કનુ પટેલ, જગદીશ પ્રતાપ ઠાકોર, સંજય શકરા ઠાકોર, મહેશ બચુ ઠાકોર, વિક્રમ ગોપાળ ઠાકોર, નરેશ કાળા ઠાકોર, પ્રકાશ પ્રતાપ ઠાકોર અને કનુ અમા ઠાકોર (તમામ રહે, રાંધેજા ગામ, ગાંધીનગર)ને જુગાર રમચા ઝડપી લીધા હતા. ત્યારબાદ પોલીસે પકડાયેલા તમામ આરોપીઓ પાસેથી દાવમા લગાવેલા રૂપિયા સહિત 29080નો મુદ્દામાલ જપ્ત કરી જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.