તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિઘા:શ્રમજીવીઓ માટે 138 બેડનું સેલ્ટર હોમ બનાવાશે, કુડાસણમાં વિરોધથી જગ્યા બદલાઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પેથાપુરના રહીશોનો રોષ નડવા શક્યતા

જીઈબી કોલોની પાસે 138 બેડ સાથેનું સેલ્ટર હોમ બનાવવામાં આવશે. જે માટે મનપા દ્વારા ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે.ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં હાલના સમયે કોઈ કામયી સેલ્ટર હોમની વ્યવસ્થા નથી. દોઢ વર્ષ પહેલાં કુડાસણમાં ગુડા દ્વારા અપાયેલી જમીનમાં 2.40 કરોડના ખર્ચે સેલ્ટર હોમ બનાવવા માટે કવાયત હાથ ધરાઈ હતી. જોકે આસપાસના રહીશોના ઉગ્ર વિરોધને પગલે અહીં સેલ્ટર હોમ બનાવવાનો વિચાર પડતો મુકાયો હતો. જે બાદ વાવોલ ખાતે સેલ્ટર હોમ બનાવવા માટે કવાયત હાથ ધરાઈ હતી,

જોકે ત્યાં પણ વિરોધનો સૂર ઉઠતાં ત્યાં કોઈ કામગીરી કરાઈ હતી. ત્યારે હવે કોર્પોરેશને સે-30 થર્મલ પાવર સ્ટેશન પાસે જીઈબી કોલોની નજીક 138 બેડ સાથેનું સેલ્ટર હોમ બનાવવા કવાયત શરૂ કરાઈ છે. જે માટે હાલ ડેન્ટરની પ્રક્રિયા શરૂ કરાઈ છે, અહીં આસપાસ ઈજીબી કોલોની અને છુપડપટ્ટી વિસ્તાર આવેલો છે. એટલે અહીંથી કોઈ વિરોધનો નહીં થાય તેવું તંત્રનું માનવું છે,

જોકે જીઈબીને અડીને પેથાપુરનો વિસ્તાર શરૂ થતો હોવાથી પહેલાંથી જ ડમ્પિંગ સાઈટ મુદ્દે વિરોધ નોંધાવી રહેલાં પેથાપુરના નગરજનો પોતાના વિસ્તારની પાસે જ સેલ્ટર હોમ બનાવવા મુદ્દે વિરોધ નોંધાવે તો નવાય નહીં. ત્યારે આગામી સમયે જોકે કોઈ વિરોધ નહીં નોંધાય તો કોર્પોરેશનમાં 10 વર્ષે શ્રમજીવીઓ માટેનું કાયમી સેલ્ટર હોમ તૈયાર થાય તેમ છે. તેથી હાલમાં આ અંગેની તૈયારીઓ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો