તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખુલાસો:પોલીસ આવાસ નિગમના ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેરનું 13.77 લાખનું કૌભાંડ

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વડોદરામાં સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં ભ્રષ્ટાચાર બદલ 5 સામે ACBમાં ફરિયાદ: સ્ટીલનાં ખોટાં માપ પ્રમાણિત કરી એજન્સીને ચૂકવણું કર્યું હતું

વડોદરાના પ્રતાપનગરમાં પોલીસ કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવામાં પોલીસ આવાસ નિગમના ગાંધીનગરના ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર સહિત 5 જણાનું રૂ. 13.77 લાખનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ મુદ્દે ગાંધીનગરસ્થિત ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડના અધિક્ષક ઇજનેર (વર્તુળ-1)એ વડોદરા શહેર એસીબીમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ કૌભાંડીઓમાં ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ આવાસ નિગમ લિમિટેડના ઇનચાર્જ નાયબ કાર્યપાકલ ઇજનેર (સિવિલ) સહિત 4 જણા સામે એસીબીએ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાve પ્રતાપનગરમાં 2019-20 દરમિયાન પોલીસ કર્મચારીઓ માટે બી 480 કક્ષાનાં પોલીસ સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાનાં હતાં. આ માટે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમની વડોદરા વિભાગીય કચેરી દ્વારા ઓનલાઇન ટેન્ડર કમ રીવર્સ ઓક્શન પદ્ધતિ અપનાવાઈ હતી. ટેન્ડર મુજબ ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર (સિવિલ) મીનલ પટેલ સહિતના 5 આરોપીએ બ્લોક નં. 4થી 9ના રાફ્ટના સ્ટીલની કામગીરીમાં માપપોથીમાં વધારાનાં ખોટાં માપોની નોંધ કરી પ્રમાણિત કરી આવાસોનું બાંધકામ કરનારી એજન્સીને સ્ટીલના વધારાના જથ્થાના 13, 77, 446.03 ચૂકવ્યા હતા.

કેસમાં સંડોવાયેલા 5 કૌભાંડીઓનાં નામ

 • મીનલ પટેલ, ઇનચાર્જ નાયબ કાર્યપાલક ઇજનેર, ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ, ગાંધીનગર
 • સંદીપ ડી. ગજમલ, કરાર આધારિત ઇજનેર (સિવિલ), સાઇટ ઇજનેર
 • આકાશ કે. પટેલ, કરાર આધારિત ઇજનેર (સિવિલ), સાઇટ ઇજનેર
 • દિપક કે. જાદવ, બાંધકામ કરનારી સુરતની એજન્સી મે. ડી. એચ. પટેલના પાવર ઓફ એટર્ની હોલ્ડર
 • વિજય સવજાણી, માલિક, થર્ડ પાર્ટી ઑડિટ અને ક્વૉલિટી એશ્યોરન્સ એજન્સી
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો