બેનર્સ, લખાણો દૂર કરાયા:જિલ્લામાં 12 દિવસમાં 13,712 બેનર્સ, પોસ્ટર, દીવાલ પરના લખાણો દૂર કરવામાં આવ્યા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

3 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત સાથે જ રાજ્યમાં આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો. ત્યારે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક વિસ્તારમાંથી રાજકીય પક્ષો, જાહેરાતો સહિતના બેનર્સ, લખાણો દૂર કરાઈ હતી.

જેમાં 12 દિવસમાં જિલ્લા 13,712 પોસ્ટર, બેનર્સ, દિવાલોના પરના લખાણો તથા અન્ય વસ્તુઓ હટાવાઈ હતી. જેમાં સરકારી પ્રોપર્ટીઓમાં 12758 જ્યારે 954 પ્રાઈવેટ પ્રોપર્ટી વિસ્તારમાં બેનર્સ-લખાણો દૂર કરાયા હતા. સરકારી જગ્યા કે પ્રોપર્ટી પરથી 6090 સ્થળોથી દિવાલો પર લખાણો કે પેઈન્ટિંગ, 2998 પોસ્ટર, 2674 બેનર્સ તથા 1808 અન્ય વસ્તુઓ હટાવાઈ હતી.

વિધાનસભા બેઠકો વાઈઝ જોઈએ તો દહેગામમાં 1081, ગાંધીનગર દક્ષિણમાં 4054, ગાંધીનગર ઉત્તરમાં 3215, માણસામાં 2699, કલોલ બેઠક વિસ્તારમાંથી 2761 પોસ્ટર, બેનર્સ, લખાણો દૂર કરાયા હતા. તંત્ર દ્વારા હજુ પણ પોસ્ટર, બેનર્સ અન લખાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

તંત્ર દ્વારા મોટાભાગે શહેરી વિસ્તારો અને જાહેર સ્થળો પર કામગીરી આટોપી લેવાઈ છે. જોકે અંતરિયાળ વિસ્તારો અને ગામોમાં હજુ પણ અનેક સ્થળે કામગીરી બાકી છે. જેને પગલે તંત્ર દ્વારા આગામી સમયે આ વિસ્તારોમાંથી પણ બેનર્સ, પોસ્ટર, લખાણો દૂર કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...