તસ્કરી:સે-26 GIDCની કંપનીમાંથી ACની 1.34 લાખની પાઇપ ચોરાઈ ગઈ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વેલ્ડિંગનું કામ કરવા આવતા લુહારે ચોરી કર્યાની માલિકોને શંકા: સેક્ટર 21 પોલીસમાં ફરિયાદ

સેક્ટર 26 જીઆઇડીસીમા આવેલી કંપનીમાંથી એસી માટે લગાવેલી કોપરની પાઇપની ચોરી થવા પામી છે. કંપનીના બીજા અને ત્રીજા માળે લગાવવામા આવેલી કોપરની પાઇપો કંપનીમા જ લુહારી કામ કરવા આવતા વ્યક્તિ દ્વારા ચોરી કરાઈ હોય તેવી શંકા વ્યક્ત કરવામા આવી છે. ત્યારે કંપનીમાંથી 1.34 લાખની પાઇપોની ચોરીની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકમા નોંધાવાતા કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. મળતી માહિતી મુજબ જીતેન્દ્ર ભરતભાઇ શાહ (રહે, નારણપુરા, અમદાવાદ) શહેરના સેક્ટર 26 જીઆઇડીસીમા આવેલા સેઝમા પ્લોટ નંબર 10મા જેન્ય ડીઝીટલ માર્કેટીંગ નામથી કંપની ચલાવે છે.

હાલમા કંપનીમાં બીજા અને ત્રીજા માળનુ કન્ટ્રક્શનનુ કામ ચાલુ છે. જેમા સગવડ પ્રમાણે કામગીરી કરાઈ રહી છે. ત્યારે બીજા અને ત્રીજા માળે કામગીરી ચાલુ હોવાથી દરવાજા નાખવામા આવ્યા નથી અને ખુલ્લુ જ રાખવામા આવ્યુ છે. ત્યારે ચાર દિવસ પહેલા એસીની કામગીરી કરતા કારીગરને બોલાવાયો હતો. કામગીરી એસી ફિટીંગની કામગીરી ચાલુ કરે તે પહેલા તેના દ્વારા અગાઉ લગાવવામા આવેલી પાઇપો જોવા મળતી ન હતી. જેને લઇને કંપનીના મેનેજરને જાણ કરવામા આવી હતી અને તેને માલિકને જાણ કરી હતી.

અગાઉ ફીટ કરવામા આવેલી કોપરની પાઇપો જોવા મળી ન હતી. જ્યારે તપાસ કરતા અલગ અલગ વજન અને સાઇઝની 280 ફૂટ કોપર પાઇપ 95, વિવિધ કોપરના વાયર નંગ 10 સહિત કુલ કિંમત 1.34 લાખની પાઇપોની ચોરી થઇ હોવાનુ સામે આવ્યુ હતુ. ત્યારે કંપીના માલિકે ત્રણ દિવસ પહેલા લુહારી કામ કરવા આવેલા કારીગર દ્વારા ચોરી કરાયાની શંકા વ્યક્ત કરી તેની સામે ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...