કોરોના મહામારી:ગાંધીનગર તાલુકામાંથી ગૃહિણી અને યુવાનો સહિત વધુ 13  લોકો સંક્રમિત

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર તાલુકાના નવા 13 કેસમાંથી 7 વ્યક્તિઓ યુવાવર્ગની છે. જેમાં 5 યુવાનોમાં વાસણા હડમતીયાનો 24 વર્ષીય, વવોલનો 43 વર્ષીય અને પ્રાંતિયાનો 38 વર્ષીય તથા રાંધેજાનો 46 વર્ષીય તેમજ પેથાપુરનો 40 વર્ષીય યુવાન સંક્રમિત થયો છે. જ્યારે ત્રણ ગૃહિણીઓમાં કુડાસણની 43 વર્ષીય અને ખોરજની 30 વર્ષીય મહિલા કોરોનામાં સપડાઇ છે. જ્યારે કોલવડાના 62 વર્ષીય અને ભાટના 63 વર્ષીય તથા સરગાસણના 60 વર્ષીય વૃદ્ધ સંક્રમિત થયા છે. ઉપરાંત સરગાસણના 58 વર્ષીય અને કોબાના 52 વર્ષીય તથા કુડાસણના 57 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે.

અન્ય સમાચારો પણ છે...