પ્રમોશન:ત્રણ માસથી આરામ ફરમાવતા સવા લાખના પગારદાર 13 એડિશનલ કલેક્ટર; 49 હોંશિયાર અધિકારીએ તેમની રીતે પોસ્ટિંગ મેળવી લીધું!

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓને પોસ્ટિંગ મળશે ત્યારે બાકી પગાર મળશે

રાજય સરકાર દ્વારા ડેપ્યુટીમાંથી એડિશનલ કલેકટર બનાવાયેલા 13 અધિકારીઓ 3 મહિનાથી પોસ્ટીંગ માટે રાહ જોવે છે.આ અધિકારીઓને પોસ્ટીંગ ન મળતા તેઓ ઘરે આરામ કરે છે. અત્યારે તેમને પગાર મળતો નથી,પણ જ્યારે તેઓ હાજર થશે ત્યારે જેટલા મહિનાનો પગાર મળ્યો નથી તેટલા મહિનાનો પગાર તેમને એક સાથે મળશે. હાલમાં તેમનો કુલ પગાર આશરે સવા લાખ થાય છે. રાજય સરકાર દ્વારા અવારનવાર પ્રમોશન અપાય છે, પ્રમોશન સાથે જુની જગ્યાએથી બદલી અપાય છે અ્ને નવી જગ્યાએ નિયુકિત કરાઇ છે. કેટલાક કિસ્સામાં તે જ જગ્યા ઉપર રાખવામાં આવે છે અને માત્ર પ્રમોશન જ આપવામાં આવે છે.

રાજય સરકારે 62 ડેપ્યુટી કલેકટરોને એડિશનલ કલેકટર તરીકેનું પ્રમોશન આપ્યું હતું. આ પ્રમોશન મળ્યા પછી સામાન્ય રીતે તેમની નવી જગ્યાએ હાજર કરવામાં આવે છે,પણ 13 અધિકારીઓને હજુ સુધી કયાંય હાજર કરવામાં આવ્યા નથી. પગાર અત્યારે મળતો નથી, પણ હાજર થશે ત્યારે બાકીના મહિનાનો સવા લાખ લેખે પગાર મળશે.

રાજય સરકારે 62 પૈકી 49 અધિકારીઓએ તેમની રીતે પ્રયાસ કરીને પોસ્ટીંગ મેળવી લીધું છે,પણ હજુ 13 એડિશનલ કલેકટરોને કોઇ જગ્યાએ પોસ્ટીંગ અપાયું નથી. પરિણામે તેઓ ઘરે બેસીને આરામ ફરમાવી રહ્યાં છે. આ અધિકારીઓને દર મહિને રૂપિયા સવા લાખ જેટલો કુલ પગાર છે. અત્યારે આ પગાર મળતો નથી, પણ જયારે અધિકારીઓને પોસ્ટીંગ મળશે ત્યારે જેટલા મહિનાનો પગાર મળ્યો નથી તે એક સાથે મળશે તેમ સંબંધિત સુત્રોએ સંપર્ક સાંધતા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...