નિ:શુલ્ક સેવાનો લાભ:રાજ્યના 12.72 લાખ લોકોએ વર્ષ - 2022માં 108 એમ્બ્યુલન્સ સેવાનો લાભ લીધો, 1.20 લાખ પીડિતોને નવજીવન મળ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજયનાં 12.72 લાખ લોકોએ વર્ષ - 2022 દરમ્યાન 108 એમ્બ્યુલન્સ સેવાનો નિઃશુલ્ક લાભ લેવામાં આવ્યો છે. જ્યારે 1.20 લાખ પીડિતાને સમયસર 108 ની સેવા ઉપલબ્ધ થતાં તેઓને નવજીવન પણ મળ્યું છે. ઉપરાંત એક વર્ષમાં 4 લાખ 42 હજાર 140 પ્રસુતિ માટે કોલ્સ પૈકી જેમાંથી 10,065 જેટલી પ્રસુતિ આકસ્મિક પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સમાં જ કરવામાં આવી હતી.

રાજ્ય સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા વર્ષ-2022 માં લાખો લોકો માટે સેવાનું માધ્યમ સાબિત થઇ છે. ગત વર્ષે 365 દિવસમાં 12 લાખ 72 હજાર 343 લોકોએ 108 એમ્બ્યુન્લસ સેવા હેઠળ સ્વાસ્થ્ય સેવાનો લાભ મેળવ્યો છે.પ્રતિ દિન 3485 અને પ્રતિ ક્લાક 145 જેટલા કોલ્સ એટેન્ડ કરીને 108 એમ્બ્યુલન્સ દ્વારા સ્વાસ્થ્ય સેવા પહોંચતી કરવામાં આવી છે.

વધુમાં આ 12 મહિના અને 365 દિવસમાં રાજ્યના 1 લાખ 20 હજાર 723 પીડિત દર્દીઓને આકસ્મિક સેવા પહોંચાડીને 108 એમ્બ્યુલન્સ સેવા ખરા અર્થમાં સંજીવની સાબિત થઇને દર્દીઓને નવજીવન આપવામાં સફળ રહી છે. રાજ્યમાં હાલ 800 જેટલી 108 એમ્બુલન્સ દિવસ – રાત રાઉન્ડ ધ ક્લોક જરૂરિયાતમંદ દર્દીઓની સારવારમાં કાર્યરત છે. ગત્ વર્ષે અટેન્ડ કરેલા કુલ કોલ્સમાં 108 એમ્બ્યુલન્સનો સરેરાશ રિસપોન્સ ટાઇમ 17 મીનિટ અને 10 સેકન્ડ જેટલો ત્વરિત રહ્યો છે.

વર્ષ 2022 માં 108 એબ્યુલન્સમાં આવેલા ઇમરજન્સી કોલ્સની વિગતો જોઇએ તો, 4,42,140 કોલ્સ સગર્ભા બહેનોની પ્રસુતિ માટે હોસ્પિટલ પહોંચાડવા, 1,38,520 કોલ્સ પેટમાં દુખાવાની તકલીફની ફરિયાદના, 1,45,063 માર્ગ અકસ્માતની ઇમરજન્સી અને 1,19,012 અન્ય પ્રકારના અકસ્માતની ઇમરજન્સીના કૉલ, 73,807 જેટલા કોલ્સ શ્વાસ લેવામાં પડેલી તકલીફ, 55,696 કોલ્સ હ્રદયરોગ સંબંધિત ઇમરજન્સી માટે, 49,165 જેટલા કોલ્સ ભારે તાવની ફરિયાદ, 15,921 કોલ્સ ડાયાબેટીક પ્રોબ્લમ્સ, 11,068 કોલ્સ ગંભીર કુપોષણની સમસ્યાસંબધિત,10,118 સ્ટ્રોક સંબંઘિત તકલીફ, 4,474 માથામાં દુખાવાની તકલીફ, 1,899 ગંભીર પ્રકારના અકસ્માત, 1828 એલર્જી રીએક્સનની ફરિયાદ,1735 માનસિક રોગ સંબંધિત ફરિયાદ, 3450 કોરોના સંબંધિત અને 1,42,471 જેટલા કોલ્સ અન્ય પ્રકારની તકલીફ ધરાવતા કોલ્સ એટેન્ડ કરીને 108 એમ્બ્યુલન્સની સેવા આપવામાં આવી છે.

વધુમાં જોઇએ તો રાજ્યની 10,065 જેટલી સગર્ભા બહેનોની પ્રસુતિ પણ 108 એમ્બ્યુલન્સમાં ઇમરજન્સી સ્થિતિમાં કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે,તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દુરંદેશીતાના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વર્ષ 2007 માં 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના સફળ માર્ગદર્શન હેઠળ 108 એમ્બ્યુલન્સ સેવાનો રીસપોન્સ ટાઇમ ઝડપી બન્યો છે. આજે 108ની નિ:શુલ્ક સેવા લાખો લોકો માટે સંજીવની સમાન સાબિત થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...