તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:મનપાના નવા વિસ્તારોની 1.25 લાખ મિલકતોની તા. 1થી માપણી શરૂ થશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોટેશ્વર ગામથી શરૂ થનારી કામગીરી 3 મહિના ચાલશે

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મનપા વિસ્તારમાં નવા સમાવિષ્ટ વિસ્તારોમાં 1 સપ્ટેમ્બરથી આકરણી શરૂ કરાશે. મનપામાં નવા સમાવાયેલાં 18 ગામો અને પેથાપુર નગરપાલિકાના સમગ્ર વિસ્તારની મિલકતોનું જીપીએમસી એક્ટ 1949 હેઠળ થયેલી જોગવાઈ મુજબ કાર્પેટ એરિયા બેઝ માપણી કરવામાં આવશે. 1 સપ્ટેમ્બરથી કોટેશ્વર ગામથી મિલકત આકરણીની કામગીરી હાથ ધરવામાં આવશે. ત્યાર બાદ તબક્કવાર નવા સમાવિષ્ટ વિસ્તારને આવરી લેવાશે. જેમાં અંદાજિત 1.25 લાખ મિલકતોનો સરવે કરવામાં આવશે, તેમ કોર્પોરેશનનાં સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.

સરવેની કામગીરી પૂર્ણ થતાં ત્રણ મહિનોનો સમય લાગે તેમ છે. જેમાં સમગ્ર મિલકતોનો કાર્પેટ એરિયા આધારિત સરવે કરવામાં આવશે. જે બાદ નવા નાણાકીય વર્ષ 2022-23થી નવા વિસ્તારોમાં કાર્પેટ એરિયા આધારિત મિલકતવેરાની વસૂલાત કરવામાં આવશે. મિલકતની માપણી માટે આવતા એજન્સીના માણસો અને કર્મચારીઓને સહકાર આપવા નાગરિકોને વિનંતી કરાઈ છે. નવા સમાવિષ્ટ વિસ્તારમાં જે મિલકત ધારકોનો વેરો બાકી છે તેમને સત્વરે ભરપાઈ કરવા વિનંતી કરાઈ છે. નહીં તો જુના વેરા ઉપર ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા 18% વ્યાજની જોગવાઈ છે. જેથી આગામી સમયમાં વ્યાજ સાથે વેરો ભરપાઇ કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...