રાજ્યની આંગણવાડી અને શાળાઓ મારફતે બાળકોને પોષણયુકત આહાર મળે તેટલા માટે તંત્ર ગોઠવવામાં આવ્યું છે, છતાં રાજ્યમાં કુપોષણના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાતના 30 જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1.25 લાખ બાળકો કુપોષણથી પિડાય છે. આ પૈકી 1.01 લાખ બાળકો ઓછા વજનવાળા છે અને 24121 બાળકો અતિ ઓછા વજનવાળા છે.
જયારે નર્મદા જિલ્લામાં સૌથી વધારે 12,492 બાળકો વડોદરા જિલ્લામાં 11,322 બાળકો સાથે બીજા નંબરે અને છેલ્લા ક્રમાંકે પોરબંદર જિલ્લો 494 કુપોષિત બાળકો સાથે હોવાનું કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં પૂછાયેલા પ્રશ્નોમાં બહાર આવ્યું છે. બાળકો કુપોષણનો શિકાર ન બને તે માટે સરકારે પોષણયુક્ત આહારની યોજનાઓ શરૂ કરી છે.
કુપોષિત બાળકો ધરાવતા જિલ્લા
જિલ્લા | કુપોષિત | ઓછા | અતિ ઓછા |
બાળકો | વજની | વજન | |
નર્મદા | 12492 | 10049 | 2443 |
વડોદરા | 11322 | 9131 | 2191 |
આણંદ | 9615 | 7777 | 1838 |
સાબરકાંઠા | 7270 | 5634 | 1636 |
સુરત | 6967 | 5701 | 1266 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.