તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોનો રોષ:1.24 લાખ હોલટિકિટ ડાઉનલોડ થઈ પણ 56108 શિક્ષકે જ પરીક્ષા આપી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે રાજ્યભરના અંદાજે 1.24 લાખ પ્રાથમિક શિક્ષકોએ હોલ ટિકિટ ડાઉનલોડ કરી હતી. તેમાંથી 56108 શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. આથી હોલ ટિકિટ ડાઉનલોડ કર્યા બાદ પણ 68 હજારથી વધુ શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો નથી.

રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ યોજવાનું રાજ્યના શિક્ષણ વિભાગે નક્કી કર્યું હતું. જોકે સર્વેક્ષણ મરજિયાત હોવા છતાં રાજ્યભરના પ્રાથમિક શિક્ષકોમાં વિરોધના સૂર ઉઠ્યા હતા. તેમ છતાં રાજ્યના શિક્ષણ વિભાગે સર્વેક્ષણ યોજાતા તેનો ફિયાસ્કો થવા પામ્યો હતો. જેને પરિણામે સમગ્ર રાજ્યભરના 179266 પ્રાથમિક શિક્ષકોમાંથી 123158 શિક્ષકો ગેરહાજર રહેતા 56108 શિક્ષકોએ સર્વેક્ષણમાં ભાગ લીધો હતો. આથી સમગ્ર રાજ્યભરમાં કુલ-37.09 ટકા શિક્ષકોએ સર્વેક્ષણનો સ્વિકાર અને 62.91 ટકા શિક્ષકોએ બહિષ્કાર કર્યો હોવાનું રાજ્યના શિક્ષણ વિભાગના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...