તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંત્રીમંડળના શપથગ્રહણ:ગુરુવારે વિજય મૂહુર્તમાં 12ઃ39 વાગ્યાનું આયોજન; પ્રદીપસિંહ અને પાટીલે બંધબારણે 1 કલાક મુલાકાત કરી, 4 MLA લોબિંગ માટે પહોંચી ગયા

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂપેન્દ્ર પટેલની CM તરીકે વરણી વખતે જ યાદવ પાસે મંત્રીમંડળના સભ્યોની યાદી તૈયાર હતી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યો ગુરુવારે 12-39 વાગ્યાના વિજય મૂહુર્તે રાજભવનમાં શપથગ્રહણ કરશે. નવા મંત્રી મંડળમાં 22થી 25 સભ્યો હોવાની સંભાવના છે.

પોતાનો સમાવેશ મંત્રીમંડળમાં થાય તેવી રજૂઆત માટે હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, નવસારી ધારાસભ્ય પીયૂષ દેસાઇ, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા અને મહુવાના ધારાસભ્ય મોહન ઢોડિયાએ સવારમાં જ પાટીલના ગાંધીનગરના ઘરે પહોંચી ગયા હતા. આ દરમિયાન પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ પાટીલના ઘરે પહોંચ્યા હતા અને અહીં તેમણે એક કલાકથી વધુ સમય બંધબારણે બેઠક કરી હતી.

MLAને ગુરુવાર સુધી ગાંધીનગર રહેવા આદેશ
પાર્ટી તરફથી તમામ ધારાસભ્યોને ગુરુવાર સુધી ગાંધીનગરમાં જ રહેવા માટે આદેશ કરાયો છે. ઘણાં ધારાસભ્યો તો ઘરે ગયા જ નથી.

અન્ય સમાચારો પણ છે...