આરોગ્ય વિભાગમાં આઉટ સોર્સિંગથી કર્મચારીઓની ભરતીમાં 1200 કરોડનો ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે વિધાનસભામાં કર્યો હતો. આરોગ્ય વિભાગના બજેટની માંગણી પરની ચર્ચામાં કિરીટ પટેલે કહ્યું કે આઉટસોર્સિગ કર્મચારીઓને સરકાર 25થી 28 હજાર પગાર આપે છે પરંતુ એજન્સીઓ તેમને માંડ 10થી 12 હજાર રૂપિયા ચૂકવે છે. ખાતામાં સીધો પગાર જમા થાય ત્યારે બાકીના રોકડા રૂપિયા એજન્સીઓ પરત લેવાની ફરજ પાડે છે. અગાઉ નીતિન પટેલે આ ગૃહમાં જ શોષણ બંધ કરવાની જાહેરાત કરી હતી પરંતુ કર્મચારીઓનું શોષણ હજુ પણ થઇ રહ્યું છે.
પટેલે કહ્યું કે કેન્સર હોસ્પિટલ, કિડની હોસ્પિટલ અને યુએન મહેતા જેવી ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોને સરકાર ગ્રાન્ટ આપે છે. છતાં આ હોસ્પિટલો દર્દીઓ પાસેથી મનફાવે તેમ રૂપિયા વસૂલે છે. ભરતી પણ પોતાની રીતે કરી દે છે આવી હોસ્પિટલો પર કોઇ નિયંત્રણ નથી.
PHCમાં લેબોરેટરી ટેસ્ટની પણ સુવિધા
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે આયુષમાન ભારત યોજના હેઠળ રાજ્યના પીએચસી-સીએચસી કેન્દ્રોને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. જેમાં વિનામૂલ્યે સારવાર ઉપરાંત 7 પ્રકારના બીપી- ડાયાબિટીશ જેવા રોગોની નિયમિત તપાસ, સારવાર, ફોલોઅપ, રેફરલ સેવાઓ મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.